અજય દેવગણે કાજોલને કહ્યા વિના કર્યો કિસિંગ સીનઃ પછી માંગી માફી, જાણો કિસ્સો…

મુંબઈઃ બોલીવુડના જાણીતા પાવર કપલ અજય-કાજોલનું નામ હંમેશાં ચર્ચામાં રહે છે, જેમના અંગે એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. બંનેએ 1999માં લગ્ન કર્યા હતા. અજય અને કાજોલને બે બાળકો યુગ અને ન્યાસા છે. ચાહકો અજય અને કાજોલની સાથે તેમના બાળકોને પણ ફોલો કરે છે.
જ્યારે પણ કાજોલ અને અજય સાથે હોય છે, ત્યારે તેઓ એકબીજાને મસ્તી કરતા જોવા મળે છે. કાજોલે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે એક વખત અજયે તેને કિસિંગ સીન વિશે કહ્યું નહોતું ત્યાર બાદ તેણે તેની માફી માંગી હતી.

કાજોલ એક વાર કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી હતી, જ્યાં કપિલે તેને અજયે ફિલ્મમાં કરેલા કિસિંગ સીન વિશે પૂછ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન અજયે કર્યું હતું અને કાજોલ તેની સહ-નિર્માતા હતી. કાજોલે ખુલાસો કર્યો હતો કે અજયે તેને આ કિસિંગ સીન વિશે પહેલા કહ્યું નહોતું.
કાજોલે કહ્યું, ‘અજયે મને આ વિશે કંઈ કહ્યું નહીં અને પછી તેણે મારી પાસે માફી માંગી અને કહ્યું, મેં આ કર્યું છે અને હવે હું તારી માફી માંગુ છું.’
શું કાજોલને ઈર્ષ્યા થઈ હતી?
કપિલે કાજોલને પૂછ્યું કે શું આ દ્રશ્ય જોયા પછી તેને ઈર્ષ્યા થઈ હતી. આના જવાબમાં કાજોલે કહ્યું- ‘મને આ વિશે ખબર નહોતી પણ જ્યારે મેં તે જોયું ત્યારે મેં ગુસ્સે થવાનું નાટક કર્યું. મેં દિલવાલેવાળી બંદૂક કાઢી અને તે આઇકોનિક દ્રશ્યની જેમ કર્યું. જેને જોઈને બધા હસવા લાગ્યા. હતા.
તમને જણાવી દઈએ કે અજય દેવગન અને કાજોલે ઘણી ફિલ્મો સાથે કરી છે. બંને છેલ્લે ‘તાનાજી’માં સાથે જોવા મળ્યા હતા ત્યાર બાદ તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.
આ પણ વાંચો…ટાઈટ ડ્રેસ અને હાઈ હિલ્સ સેન્ડલ્સમાં કાજોલ થઈ ટ્રોલ, આ સેલિબ્રિટીએ ઝાટક્યા ટ્રોલર્સને