કાનમાં પોતાના લૂકથી ફેન્સના દિલ જિતી રહી હતી Aishwarya Rai-Bachchan, ઈન્ડિયામાં અભિષેક બચ્ચન ગયો ડિનર ડેટ પર?

બોલીવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો લૂક હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વિદેશી ધરતી પર પણ ઐશ્વર્યાએ પોતાની ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોને ખૂબ જ ગ્રેસફૂલી ફ્લોન્ટ કર્યું હતું. જોકે, એક તરફ કાનમાં ઐશ્વર્યાએ પોતાના લૂકથી લોકોને ઘાયલ કરી રહી હતી ત્યાં ઈન્ડિયામાં બચ્ચન પરિવારે મોટો ખેલો કરી નાખ્યો હતો. ઐશ્વર્યાના કાન લૂક બાદ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે ત્યાં જયા બચ્ચને પણ ફેમિલી ડિનર પ્લાન કરતાં લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આવો જોઈએ શું કર્યું બચ્ચન પરિવારે-
બિગ બીની પોસ્ટ થઈ રહી છે વાઈરલ
ઐશ્વર્યા રાય-બચ્ચનના કાન ફિલ્મ ફેસ્ટિવલના ફેન્સ વખાણ કરી રહ્યા છે ત્યાં અમિતાભ બચ્ચનની એક્સ પોસ્ટ પણ વાઈરલ થઈ રહી છે. વાત જાણે એમ છે કે બિગ બીએ 21મી મેની રાતે 11 વાગ્યે એક્સ પર એક પોસ્ટ કરી છે પણ આ પોસ્ટમાં તેમણે નંબર લખીને બ્લેન્ક છોડી દીધી છે. ફેન્સ અમિતાભ બચ્ચનની આ પોસ્ટને ઐશ્વર્યા સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે. જોકે, આ પ્રકારની પોસ્ટ બિગ બી પહેલાં પણ કરી ચૂક્યા છે એટલે બિગ બી આ પોસ્ટના માધ્યમથી શું કહેવા માંગે છે એ તો તેઓ જ કહી શકશે.
અભિષેક બચ્ચનનો માસ્ટર સ્ટ્રોક
અભિષેક બચ્ચન પણ જાણે ઐશ્વર્યાની ગેરહાજરીનો ફાયદો ઉપાડવાના મૂડમાં હોય એમ માતા જયા બચ્ચન અને બોલીવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી સાથે ફેમિલી ડિનર કરપા માટે ઉપડી ગયો હતો. ત્રણેય જણ મુંબઈની એક રેસ્ટોરાંની બહાર સ્પોટ થયા હતા. સોશિયલ મીડિયા પર આ ફોટો તુફાન વાઈરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે લાંબા સમયથી ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં અભિષેક સાથે ડાયના પેન્ટીનું દેખાવું ફેન્સના મનમાં સવાલો ઉપસ્થિત કરે છે. ફેમિલી ડિનરમાં ડાયનાનું શું કામ હતું?
ઐશ્વર્યાએ સિંદૂર પૂરીને કર્યા લોકોના મોઢા બંધ
ઐશ્વર્યા રાય-બચ્ચનનો કાન ફિલ્મ ફેસ્ટિવલ લૂક હર હંમેશની જેમ એકદમ હટકે હતો. આઈવરી બનારસી સાડી, પિંક એમરાલ્ડ જ્વેલરીમાં ઐશ્વર્યા સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે ઐશ્વર્યાએ સેંથામાં પૂરેલું લાલ સિંદૂર. ઐશ્વર્યાએ સેંથામાં સિંદૂર પૂરીને એવા લોકોની બોલતી બંધ કરી દીધી છે જેઓ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવી વાતો કરી રહ્યા છે.
આ પણ વાંચો…ઐશ્વર્યા રાય-બચ્ચન, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપ્રા બાદ હવે રશ્મિકા મંદાનાએ કર્યું આ કારનામું…