ન્યુ યોર્કમાં સોલો ટ્રીપ માણી રહી છે બચ્ચન બહુ
ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન થોડા દિવસો પહેલા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યાએ મુંબઇ બહાર જવા માટે ઉડાન ભરી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે, મા-દીકરીની જોડી અમેરિકા ફરવા ઉપડી ગઇ છે. હાલમાં તેઓ ન્યૂયોર્કમાં છે. અભિનેત્રીની એક તસવીર વાયરલ થઈ છે.
ઐશ્વર્યાની પ્રશંસક જેવી લાગતી એક યુઝરે ઐશ્વર્યાને તેની ‘આઇડલ’ કહીને તેની સાથે સેલ્ફી શેર કરી છે ઇને જણાવ્યું છે કે તેને બે વાર ઐશ્વર્યાને મળવાની તક મળી છે અને તે પોતાને લકી માને છે. આ ફોટામાં અભિનેત્રીને કાળા અને લાલ રંગના પોશાકમાં જોઈ શકાય છે. ઐશ્વર્યા ઘણી જ સુંદર દેખાઈ રહી છે. જોકે, તેની સાથે તેની દીકરી આરાધ્યા જોવા નથી મળી રહી. ફોટા પરથી લાગે છે કે ઐશ્વર્યા ઘણી જ ખુશ છે અને રજા માણી રહી છે.
આ દરમિયાન તેના પરિવારની વાત કરીએ તો અભિષેક હાલમાં મુંબઈમાં છે. તે ગયા સપ્તાહના અંતે એક ફૂટબોલ મેચમાં જોવા મળ્યો હતો. તેણે ફરાહ ખાન અને સાજિદ ખાનની મુલાકાત પણ લીધી હતી કારણ કે તેમની માતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે ‘પોનીયિન સેલ્વન 2’ માં જોવા મળી હતી. તેણે હાલમાં ફિલ્મોમાં કામ કરવાનું ઘણું ઓછું કરી નાખ્યું છે, જેને કારણે ચાહકો તેને મિસ કરે છે. દરમિયાન, અભિષેક કે જે છેલ્લે ‘ઘૂમર’માં જોવા મળ્યો હતો, તેની પાસે રેમો ડિસોઝા અને શૂજિત સરકારની આગામી મૂવીઝ રિલીઝ થવાની તૈયારીમાં છે. અભિનેતા ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈઝીમાં પણ જોવા મળશે.