
Bachchan પરિવારની વહુરાણી અને બી ટાઉનની એક્ટ્રેસ Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે અને હવે વધુ એક વખત Aishwarya Rai Bachchan લાઈમ લાઈટમાં આવી ગઈ છે.
1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનાર ઐશ્વર્યા રાય બચ્ચન એક સક્સેસફૂલ મોડેલની સાથે સાથે જ કાબિલ એક્ટ્રેસ પણ છે. પ્રોફેશનલ લાઈફ સિવાય ઐશ વિવેક ઓબેરોય અને સલમાન ખાન સાથેના પોતાના સંબંધોને કારણે પણ ખાસ્સી એવી ચર્ચામાં રહી ચૂકી છે.
જોકે વિવેક અને સલમાન સાથે બ્રેક અપ કર્યા બાદ ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંનેને આ લગ્નથી એક દીકરી પણ છે જેનું નામ તેમણે આરાધ્યા રાખ્યું છે. હવે એક્ટ્રેસે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના ક્રશને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે અભિષેક બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં ભલે કામ કર્યું છે પણ તેને ક્યારેય અભિષેક બચ્ચન પર ક્રશ નહોતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશે આ ખુલાસો 2016માં કરણ સિંહ છાબડાના એક શોમાં કર્યો હતો. જેમાં તેને એવું પૂછવામાં આવ્યું હતું કે શું તેને કયારેય તેનાથી નાની ઉંમરના પુરૂષ પર ક્રશ થયો છે જેના જવાબમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે હું મેરીડ છું અને મારો પતિ પણ મારાથી ઉંમરમાં નાનો છે. પણ મને ક્યારેય એના પર ક્રશ નહોતો. અમારી વચ્ચે મિત્રતા હતી અને અમે લોકોએ એ નિભાવી.
અભિષેક અને ઐશ્વર્યાની પહેલી વખત ક્યારે કામ કર્યું એના વિશે વાત કરીએ તો બંનેની પહેલી વખત 2000ની સાલમાં ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ અભિષેક પોતાની એક ફિલ્મની રેકી માટે બોબી દેઓલ સાથે સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો જ્યાં તેની મુલાકાત ફરી ઐશ સાથે થઈ હતી અને ત્યારે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ.
ધીરે ધીરે બંને દોસ્તી પ્રેમમાં પરિણમી અને આખરે બંનેએ લગ્ન કરી લીધા…