મનોરંજન

Aishwaraya Rai-Bachchan મારી દીકરી નથી… Jaya Bachchan કેમ આવું કહ્યું?

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પારિવારિ વિખવાદોને કારણે સતત ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના અણબનાવને કારણે બચ્ચન પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે. હવે આ બધા વચ્ચે જયા બચ્ચન (Jaya Bachchan)નો ઐશ્વર્યાને લઈને આપેલું એક નિવેદન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યા છે કે ઐશ્વર્યા મારી દીકરી નથી. ચાલો જોઈએ શું છે આખી ઘટના-

વાત જાણે એમ છે કે જયા બચ્ચને એખ જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દીકરી અને વહુમાં ફરક હોય છે, એ તમને ખબર છે. મારો અર્થ એ છે કે મને નથી ખબર કે કેમ? આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે પરંતુ તમને એવું નથી લાગતું કે તમારે તમારા પેરેન્ટ્સનું સમ્માન કરવાની જરૂર છે. દીકરી પોતાના માતા-પિતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. જ્યારે સાસરિયાવાળાઓ સાથે વહુ આવું કરી શકતી નથી.

આ પણ વાંચો: Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…

એટલું જ નહીં પણ લગ્ન પછી એક છોકરીનું જીવન બદલાઈ જાય છે. લગ્ન પછી હું મારી જાતને ભાદુરીથી વધુ બચ્ચન હોવાનો અહેસાસ કરું છું. જયા બચ્ચને માન્યું હતું કે તેઓ અભિષેક અને શ્વેતા બચ્ચન માટે ખૂબ જ સ્ટ્રીક્ટ માતા રહી ચૂક્યા છે, પણ વહુ ઐશ્વર્યા માટે તેઓ એવા નથી. તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રિક્ટ? એ મારી દીકરી નથી, વહુ છે. મારે એની સાથે કેમ કડકાઈથી વર્તવું જોઈએ. મને વિશ્વાસ છે કે તેની મમ્મી ચોક્કસ તેની સાથે કડકાઈથી વર્તતી હશે.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધો હંમેશાથી જ ચર્ચાનું કારણ રહ્યા છે. અનેક વખત જાહેરમાં સાસુ-વહુની તકરાર જોવા મળી ચૂકી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ