મનોરંજન

હેં, શું Aishwarya Rai-Bachchan વીગ પહેરે છે? શું છે આ વાઈરલ દાવાની સચ્ચાઈ…

બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવાર (Bachchan Famliy) છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. પરિવારની વહુ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથે પરિવારના સંબંધો ખાસ કંઈ સારા નથી. આ બધા વચ્ચે ઐશ્વર્યાને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે, આ માહિતી ઐશ્વર્યાના વાળ સંબંધિત છે.

જી હા, ઐશ્વર્યા પોતાના મેકઅપ અને ડ્રેસિંગ સાથે તો એક્સપરિમેન્ટ કરે છે, પરંતુ તે પોતાની હેરસ્ટાઈલ સાથે કોઈ એક્સપરિમેન્ટ નથી કરતી. તેણે વર્ષોથી પોતાની મિડલ પાર્ટિશનવાળી હેરસ્ટાઈલને પકડી રાખી છે. આ કારણે અનેક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે ઐશ્વર્યાના આ વાળ રિયલ હેર નથી પણ આર્ટિફિશિયલ હેર છે. ચાલો તમને આ વિશે જણાવીએ-

તમે સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનના કોઈ પણ ફોટો ઉઠાવીને જોશો તો તેમાં તે મિડલ પાર્ટિશનવાળી હેરસ્ટાઈલમાં જોવા મળશે પછી એ ઓપન હેરસ્ટાઈલ હોય કે બીજી કોઈ પણ સ્ટાઈલ.

આપણ વાંચો: બચ્ચન પરિવારમાં વિવાદ વચ્ચે Amitabh Bachchanએ ભર્યું મોટું પગલું, હવે…

ફેન્સની વાત પર વિશ્વાસ કરીએ તો જવાનીના દિવસોમાં ઐશ્વર્યા પર આ સ્ટાઈલ સારી લાગતી હતી, પરંતુ હવે દરેક આઉટફિટ સાથે સેમ મિડલ પાર્ટિશનવાળી હેરસ્ટાઈર ખૂબ જ ઓવર અને અનનેચરલ લાગી રહી છે.

રિયલ લાઈફ જ નહીં પણ ઐશ્વર્યાએ પોતાની અનેક ફિલ્મોમાં પણ મિડલ પાર્ટિશનવાળી હેરસ્ટાઈલ ફ્લોન્ટ કરી છે. ચોક્કસ જ ઐશ્વર્યાના ફેસ પર આ પ્રકારની હેરસ્ટાઈલ સૂટ કરે છે પરંતુ વારંવાર સેમ લૂક ફેન્સને બોરિંગ લાગવા લાગ્યો છે.

ચોક્કસ જ આ ઐશ્વર્યાની પર્સનલ ચોઈસ હશે કે તેને હંમેશા પોતાના વાળ સરખા કરવાનું ગમે છે, પરંતુ એક્ટ્રેસ થઈને આટલો મોનોટોનસ લૂક ફ્લોન્ટ કરવા પાછળ અનેક થિયરી છે, જેમાંથી અમુક થિયરી પર વિશ્વાસ કરીએ તો ઐશ્વર્યા આવા વાળ એટલા માટે રાખે કારણ કે તે પોતાના ચહેરા પરના ફેટને છુપાવવા માંગે છે.

આપણ વાંચો: Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…

જોકે, કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા નકલી વાળ લગાવે છે, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ ચોક્કસ પુરાવા હાથ નથી લાગ્યા. આ બસ લોકોની એક શંકા માત્ર જ છે. ઐશ્વર્યાને કેટલાક ફોટો જોઈને લોકોએ આ અટકળો લગાવી હતી કે તેના આ મિડલ પાર્ટિશનવાળા હેર બનાવટી છે.

ખેર, સાચું ખોટું તો ઐશ્વર્યા જ કહી શકે, પણ તમે પણ જો આ વાત નોટિસ ના કરી હોય તો ચોક્કસ નોટિસ કરીને તમને શું લાગે છે એ અમને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button