Aishwarya Rai-Bachchanએ આ રીતે વ્યક્ત કર્યો પતિ અભિષેક બચ્ચન માટે પ્રેમ? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય પણ તે સતત કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં તો રહે જ છે. હાલમાં જ એક્ટ્રેસે 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના શાનદાર લૂકથી ફેન્સના દિલ જિતી લીધા હતા.
આ સમયે સાડી અને સિંદૂરવાળા ઐશ્વર્યાના લૂકે ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. હવે એક્ટ્રેસ ફ્રાન્સથી મુંબઈ પાછી ફરી છે અને તેણે ફ્રાન્સના પોતાના કેટલાક વીડિયો શેર કર્યા છે અને આ વીડિયોને કારણે ફરી એક વખત ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના સંબંધો ચર્ચામાં આવી ચૂક્યા છે.
આપણ વાંચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યાએ હેવી એમ્બ્રોઈડરીવાળી વર્ક અને ડિઝાઈનવાળી સફેદ સાડી, 500 કેરેટનો રૂબી નેકલેસ પહેરીને આકર્ષક અંદાજમાં પોઝ આપી રહી છે.
આ વીડિયોમાં ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એક્ટ્રેસના આઉટફિટ પર કામ કરતાં પણ જોવા મળી રહ્યા છે, જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ લૂકને તૈયાર કરવામાં કેટલી ઝીણવટ અને મહેનત કરવામાં આવી છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…
ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર વોક કરતાં પહેલાં મનિષ અને દીકરી આરાધ્યા સાથે પોઝ આપ્યા હતા. આ વીડિયો પર ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે આવેલી ફિલ્મ ગુરુનું ગીત તેરે બિના બેસુઆદી બેસુઆદી રતિયાં… લગાવ્યું છે.
આ જ ફિલ્મના ન્યૂયોર્ક પ્રીમિયર બાદ અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાના આ લાલ સૂંદૂરવાળા લૂકે રેડ કાર્પેટ પર આગ લગાવી હતી.
ઐશ્વર્યાનો આ વીડિયો સામે આવતા જ ઐશ્વર્યાના ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે શું દેવી જેવી દેખાય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કાન્સની રાની. ત્રીજા એક ફેને લખ્યું હતું કે સિંદૂર એક સશક્ત સંદેશ.
મને આ ખૂબ જ પસંદ આવ્યું. આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સને અભિષેક બચ્ચનની યાદ આવી ગઈ અને આ ગીત સાંભળતા જ એક યુઝરે લખ્યું હતું કે ઐશ્વર્યા આજે પણ અભિષેકના પ્રેમમાં છે. એક યુઝરે લખ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેકની જોડી હંમેશા સલામત રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાનું આ કાન રેડ કાર્પેટ પર 22મુ વર્ષ હતું અને તેણે લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે હાજરી આપી હતી. તેણે 2002માં પહેલી વખત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે દે દર વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ જાય છે અને પોતાના લૂકથી ફેન્સના દિલ જિતે છે…