મનોરંજન

ખુશ રહો અને શાંતિથી જીવો… Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના પોતાના વિખવાદને કારણે ખાસ્સી એવી લાઈમલાઈટ આવે છે અને હવે ફરી એક વખત તેના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. આ નિવેદનમાં ઐશ્વર્યા પોતાની જાત સાથે ખુશ રહેવાની અને શાંતિથી જીવવા દેવાની વાત કરી રહી છે.

હવે તમને પણ એવું થઈ રહ્યું હશે કે ઐશ કોના માટે આ સ્ટેટમેન્ટ આપી રહી છે? ચાલો આજે તમને જણાવીએ-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે અને એમાં તેને પૂછ્યું કે તે તારી દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ને શું શીખ આપવા માંગે છે? જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે મને લાગે છે સૌથી મોટી શીખ તો જે હું એને આપું એ એ જ હશે કે તે પોતાની જાત સાથે ખુશ રહે, શાંતિથી રહે. આવું કરવાથી તે આંતરિક અને બાહ્ય એમ બંને રીતે સુંદર બની જશે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

આ જ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ સિવાય હું મારી દીકરીને બ્યુટી ટિપ્સ આપીશ કે તેણે બહુ બધુ પાણી પીવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ અને પોતાના વાળને પોષણ આપવું જોઈએ. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન 2007માં થયા હતા અને 2011ના નવેમ્બર મહિનામાં આરાધ્યાનો જન્મ થયો હતો.

વાત કરીએ કરીએ આરાધ્યાની તો તે સુંદરતામાં ઐશ્વર્યા રાય-બચ્ચનને કાંટે કી ટક્કર આપે છે. આરાધ્યા 9મા ધોરણમાં ભણે છે અને તે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે અને તેની મહિનાની ફી 4.5 લાખ રૂપિયા હોવાનો દાવો પણ રિપોર્ટ્સમાં કરાઈ રહ્યો છે.

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને બચ્ચન પરિવાર (Bachchan Family) વચ્ચેનો વિખવાદ ટોક ઓફ ધ ટાઉન છે અને એવી અફવાઓ પણ ઉડી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક છુટાછેડા લઈ શકે છે. પરંતુ બંનેમાંથી કોઈએ હજી સુધી આ મુદ્દે હજી ખુલીને કોઈ સ્પષ્ટતા કરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button