
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે.
બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાનો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, પરંતુ બંને જણે અચાનક સાથે દેખાઈને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. હવે ઐશ્વર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અભિષેકના આવવા પહેલાં આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું…
આપણ વાંચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ડેનો છે. આ વીડિયોમાં આરાધ્યા માટે ઐશ્વર્યા અને અભિષેક બંને સાથે જોવા મળ્યા હતા. જે જોઈને બંનેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. પરંતુ આ જ ઈવેન્ટમાંથી ઐશ્વર્યાનો એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અભિષેક બચ્ચનના આવ્યા પહેલાં ઐશ્વર્યા આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.
આ વાઈરલ વીડિયો પર ફેન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઐશ્વર્યા ખૂબ જ સંસ્કારી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે દરેક માની જેમ જ ઐશ્વર્યા પણ પોતાની દીકરીનું ધ્યાન રાખે છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે માનવું પડશે, દર વખતે દિલ જિતી લો છો.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચને કહ્યું માઈ નેમ ઈઝ નોટ… અભિષેક જોતો જ રહી ગયો
ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ચોક્કસ કયા કારણસર ભંગાણ પડ્યું છે એનું સાચું કારણ તો સામે નથી આવ્યું, પરંતુ બંને વચ્ચે કંઈક ઠીક નથી એ વાત તો ચોક્કસ છે. ઐશ્વર્યા કે અભિષેકે આ વિશે કંઈ પણ ખુલીને કહ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું. એટલું જ નહીં બંને એકબીજાથી અલગ અલગ રહે છે. ઐશ્વર્યા દીકરા આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે રહે છે. કોઈ પણ ઈવેન્ટ કે ફંક્શનમાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાથી ડિસ્ટન્સ રાખીને જ ફરે છે. પરંતુ હાલમાં જ પુણેમાં ઐશ્વર્યાના કઝિનના લગ્નમાં બંનેએ સાથે દેખાઈને ફરી એક વખત ફેન્સને સુખદ આંચકો આપ્યો હતો.