મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Divorceના સમાચાર વચ્ચે Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan એક સાથે? આ શું થઈ રહ્યું છે…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding)ના લગ્ન 12મી જુલાઈના સંપન્ન થયા અને હવે આજે કપલનું રિસેપ્શન છે. આ શાહી લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ આ મહેમાનોમાં સૌથી વધારે ચર્ચાનું કારણ કોઈ બન્યું હોય તો તે છે બચ્ચન પરિવાર (Bachchan Famlily) અને આ પરિવારની વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)એ.

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના છુટાછેડાની અફવાઓ છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે, પણ આ અંગે બંનેમાંથી કોઈએ કંઈ પણ સ્પષ્ટતા કરી નથી. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ અલગ અલગ એન્ટ્રી લેતાં બંનેની અલગ થવાની અફવાએ જોર પકડ્યું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર આ જ ઈવેન્ટનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને કદાચ ઐશ-અભિના ફેન્સને થોડી રાહત થશે, કારણ કે આ ફોટોમાં બંને જણ એક સાથે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને બિગ બીએ લીધું આ આકરું પગલું… ચોંકી ઉઠ્યા નેટિઝન્સ

એવું કહેવાઈ રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો જોઈને ઐશ્વર્યા અને અભિષેકની છુટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં ઐશ્વર્યા અને અભિષેક એક જ ફ્રેમમાં જોવા મળી રહ્યા છે અને આરાધ્યા પણ પપ્પાની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટો જોઈને ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવાઓ પર બંનેને સાથે જોઈને રાહત થશે.

છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા અને અભિષેક છુટાછેડા લઈ રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા, પરંતુ બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા-અભિષેકે આ વિશે કંઈ પણ સ્પષ્ટતા કરી નથી.

જોકે, એક વાત તો છે કે આ અફવાઓ વચ્ચે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા ક્યાંય એક સાથે જોવા નથી મળી રહ્યા કે અભિષેક કે ઐશ્વર્યા પણ આઉટિંગમાં સાથે નથી જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પણ બંને જમ સોશિયલ મીડિયા પર પણ એકબીજાના ફોટો શેર નથી કરતાં. આ જ કારણે બંને જણના સંબંધો પર ફેન્સ સવાલો ઉઠાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button