આ કારણે Aishwarya Rai-Bachchan દીકરી આરાધ્યાને કાન ફિલ્મ ફેસ્ટિવલ લઈ જાય છે…

હાલમાં જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ અને સેલેબ્સના લૂકની ચર્ચા ચાલી રહી છે, અને અનેક વર્ષોથી બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. દર વખતે ઐશ્વર્યા પોતાના લૂકથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે અને આ વખતે પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે ઐશ્વર્યા તેમના માટે શું નવું લઈને આવશે?
ઐશ્વર્યા છેલ્લાં કેટલાક સમયથી કાનમાં પોતાની સાથે પોતાની દીકરી આરાધ્યા બચ્ચનને પણ લઈને જાય છે, પરંતુ શું તમને ખબર છે કે ઐશ્વર્યા કેમ આરાધ્યાને પોતાની સાથે લઈને જાય છે? ખુદ ઐશ્વર્યાએ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આવો જોઈએ શું છે આ પાછળનું કારણ-
આપણ વાંચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…
ઐશ્વર્યા રાય-બચ્ચને આ વિશે ખુદ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આરાધ્યા કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે અને તેને ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમે છે. આરાધ્યાએ ત્યાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. આરાધ્યા માટે કાનનો એક્સપિરીયન્સ માત્ર સાથ આપવા માટે અને ઘર જેવો અનુભવ કરવાનો હોય છે. એ ત્યાં અનેક લોકોને ઓળખે છે.
આગળ ઐશ્વર્યાએ એવું પણ જણાવ્યું હતું કે આરાધ્યા પોતાના મિત્રોને મળવાનું અને કનેક્ટ કરવાનું પસંદ કરે છે. મારી જેમ એ પણ ખૂબ જ સોશિયલ છે અને લોકોને મળવાનું એને ખૂબ જ પસંદ છે. કાનની વાઈબ્સ આરાધ્યાને ખૂબ જ પસંદ છે. આરાધ્યાને સમજ છે કે કાન એક ફિલ્મ ફેસ્ટિવલ છે કે જ્યાં ફિલ્મને માણી શકાય છે અને સેલિબ્રેટ પણ કરવામાં આવે છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન જ્યાં જાય ત્યાં પોતાની સાથે પોતાની દીકરી આરાધ્યાને સાથે લઈ જાય છે અને કારણે તેને અનેક વખત ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. નેટિઝન્સ ઐશ્વર્યાને દીકરીની સ્કુલિંગ છોડાવીના વારંવાર ટ્રાવેલ પર લઈ જવાની આ આદતને કારણે તેને ખરી ખોટી સંભળાવતા રહે છે.
હવે જોવાની વાત એ છે કે આ વખતે ઐશ્વર્યા રાય-બચ્ચન અને આરાધ્યા બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું પહેરે છે અને તેમનો લૂક કેવો રહેશે? તેઓ ક્યારે ઐશ્વર્યા રાય-બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલ જવા રવાના થાય છે એની રાહ જોઈ રહ્યા છીએ.