
બોલીવૂડના પાવર કપલ તરીકે ઓળખાતા ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટરાગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને વચ્ચે લાંબા સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ વિશે ખુલીને કંઈ કહ્યું નથી.
પરંતુ આ બધા વચ્ચે કંઈક એવું થયું છે કે જેને કારણે બંનેના ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા અને કેટલાક લોકો ચોંકી ઉઠ્યા હતા. લાંબા સમય બાદ ઐશ્વર્યા અને અભિષેક વેડિંગ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ફોટા ચર્ચામાં છે. આ ફોટોમાં કપલ સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં કપલ સાથે દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે. ફેન્સ આ ફોટો અને વીડિયો કોઈ વેડિંગ ફંક્શનના છે. ફેન્સ આ ફોટો અને વીડિયો જોઈને જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.
કેટલાક યુઝર્સે બંનેના સંબંધો પર સવાલ ઉપસ્થિત કર્યા હતા તો કેટલાક યુઝર્સે બચ્ચન પરિવારને બેસ્ટ ફેમિલી ગણાવી હતી.
ઐશ્વર્યાની કઝિન બહેન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્ન હતા.
પુણેમાં યોજાયેલા વેડિંગ ફંક્શનમાં ઐશ્વર્યા અને અભિષેકે દીકરી આરાધ્યા સાથે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાંથી એક ફોટોમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ફેમિલી સાથે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો: ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?
આ સમયે અભિષેક બચ્ચન પિંક હુડીમાં અને ઐશ્વર્યા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં આરાધ્યા બચ્ચન આગળની સામે જોવા મળી રહી છે.
બીજા ફોટોમાં ઐશ્વર્યા પિંક કલરના ડ્રેસમાં ગેસ્ટ સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્ટેજ પર ઐશ્વર્યા અને અભિષેક નવ દંપત્તિ સાથે જોવા મળી રહ્યો છે.

જોકે, યુઝર્સનું કહેવું છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને ભલે સાથે જોવા મળ્યા હોય પણ હાલમાં પણ તેમની બંને વચ્ચે અણબનાવ તો છે જ. કપલ વચ્ચે સબ કુછ ઠીક નથી લાગી રહ્યું. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે નો કેમેસ્ટ્રી, ફેક સ્માઈલ. મને નથી લાગતું કે પતિ-પત્ની એકબીજા સાથે વાત કરતાં હોય.
બીજા એક યુઝરે લખ્યું કે પિતા અને દીકરી વચ્ચે પણ કોઈ વાત નહીં, કુછ તો ગડબડ હૈ… કેટલાક યુઝરે આ ઐશ્વર્યા અને અભિષેકના આ ફોટો અને વીડિયો પર વ્હાલ વરસાવ્યું હતું.