એઆઈએ મહાભારતના પાત્રોને કંઈક એ રીતે બતાવ્યા કે લોકો તસવીરો જોઈને દિવાના થઈ ગયા….. | મુંબઈ સમાચાર
મનોરંજનવિજ્ઞાન અને ટેકનોલોજી

એઆઈએ મહાભારતના પાત્રોને કંઈક એ રીતે બતાવ્યા કે લોકો તસવીરો જોઈને દિવાના થઈ ગયા…..

AI PHOTOS: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલ કે AI હમણાં થોડા સમયથી પોતાની કળા સોશિયલ મીડિયા પર બતાવી રહ્યું છે. અને લોકો એઆઈની તમામ તસવીરોને ખૂબજ પસંદ પણ કરી રહ્યા છે. મિડજર્ની જેવી એપ્સની મદદથી લોકો પોતાની કલ્પનાઓને નવી પાંખો આપી રહ્યા છે. અને નવા નવા ક્રિએશન બનાવી રહ્યા છે. જેમાં બુટ પોલિશ ટોકીઝના સ્થાપક અને ક્રિએટિવ ડિરેક્ટર સચિન સેમ્યુઅલે AI દ્વારા ‘મહાભારત’ના કેટલાક પાત્રોની કલ્પના કરી છે, જેમને જોઈને લાગે કે ખરેખર એ પાત્રો જીવંત છે. અને આપણી આજુબાજુમાં જ છે. વાઈરલ થયેલી આ તસવીરોને જોઈને એ કહેવું ખોટું નથી કે AI લોકની કલ્પનાને દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.

મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલ ‘મહાભારત’ એ પ્રાચીન ભારતના બે મુખ્ય સંસ્કૃત મહાકાવ્યોમાંનું એક છે. તેના પાત્રોને કોઈએ જોયા નથી, પરંતુ મહાકાવ્યોમાં તેમના વર્ણનના આધારે તે બધા પાત્રોની એક છબી દરેકના મનમાં ઉપસ્થિત છે. સચિન સેમ્યુઅલે AI દ્વારા બનાવવામાં આવેલા ‘મહાભારત’ના પાત્રોની તસવીરો શેર કરી અને લખ્યું હતું કે આ તમામ લોકોની જિંદગી સાથે જોડાયેલી આ વાત છે. અને જો આપણે આ વાતને સમજીએ તો દરેક વ્યક્તિ મહાભારતના પાત્રો જેવી જ જિંદગી જીવી રહ્યો છે.

સેમ્યુઅલ એમ લખ્યું હતું કે મહાભારત હસ્તિનાપુરાની ગાદીને લઈને પિતરાઈ ભાઈઓના બે જૂથો પડ્યા અને પછી પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ શરૂ થયું મહાભારતમાં આ યુદ્ધ શરૂ થાય તે પહેલા ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે વાત થાય છે, જેને આપણે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત ગીતા તરીકે જાણીએ છીએ. મહાભારતમાં અર્જુન, કૃષ્ણ, દ્રૌપદી, કર્ણ, દુર્યોધન, ભીષ્મ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને તેની પત્ની દ્રૌપદી, દ્રોણાચાર્ય, શકુની, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી આ મહાકાવ્યના સૌથી મહત્વપૂર્ણ પાત્રો છે. અને આ તમામ પાત્રોનો પોતાનો અલગ રોલ છે. પરંતુ જો તમે આ ફોટા જોશો તો તમને લાગશે કે તે એકદમ પરફેક્ટ છે.

Back to top button