આરાધ્યાનાં એન્યુઅલ ફંકશનની બે ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સન આશા છે કે…

આજકાલ બોલીવૂડનો બચ્ચન પરિવાર છાપે ચડ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમ જ બચ્ચન પરિવારના સંબંધોમાં કડવાશના સમાચારો રોજ ઝળકતા રહે છે. આના ઘણા કારણો પણ છે. થોડા સમયથી બનેલી ઘટનાઓ આ તરફ ઈશારો કરી રહી છે. એશની બર્થ ડે પાર્ટીથી માંડી દિવાલી પર પોસ્ટ કરેલા ફોટા વગેરેને કારણે અટકળોએ વેગ પકડ્યો છે.
અમિતાભએ વહુ એશને ઈન્સ્ટા પેજ પરથી અનફોલો કરી હોવાની ખબર તો આગની જેમ ફેલાઈ હતી. આ પાછળનું કારણ અમિતાભની દીકરી અને એશની નણંદ શ્ર્વેતા નંદાને માનવામાં આવે છે. બચ્ચન પરિવાર સાથે શ્ર્વેતા અને બે સંતાનો નાવ્યાનવેલી અને અગત્સ્ય રહે છે. પિતાએ જગપ્રસિદ્ધ જલસા બંગલો શ્ર્વેતાને આપવાનો વિચાર કર્યાથી પુત્રવધુ ઐશ નારાજ છે તો એશ સાસુ જયા બચ્ચન સાથે બોલતી નથી વગેરે વાતો વહેતી થાય છે.
આ સાથે હાલમાં એશ માતા સાથે વધારે રહેતી હોવાની ચર્ચા છે તો દીકરી આરાધ્યા માટે અભિષેક સાથે જ એશ રહેશે તેવી ઘણી વાતો બહાર આવી રહી છે. તેવામાં ગઈકાલે મોડી રાત્રે આરાધ્યાના સ્કૂલ ફંકશનમાં બનેલી બે નાનકડી ઘટના બાદ નેટીઝન્સ આશા સેવી રહ્યા છે કે આ બધી અફવાઓ ખોટી ઠરે અને અભિ-એશ હંમેશાં સાથે રહે.
આ બે ઘટનામાં એક તો એશ પોતાના ભાણેજ અને શ્વેતાના દીકરા અગસત્ય સાથે મસ્તી કરતી જોવા મળે છે. શ્ર્વેતા અગત્સ્યના ગાલ ખેંચતી અને તેને પુચકારતી જોવા મળે છે જે મામી ભાણેજના સંબંધોમાં કોઈ ખટાશ નથી તેમ જણાવે છે ત્યારે અગત્સ્ય પણ નાની બહેન આરાધ્યાને પરફોર્મન્સ દરમિયાન ચિયર કરતો જોવા મળ્યાનું ઘણા કહે છે. બીજી બાજુ કાર્યક્રમ પૂરો થાય છે ત્યારે ઐશ્વર્યાનાં માતા વૃદા રાય પણ આવ્યાં હતાં.
તેમને ચાલવામાં તકલીફ થતાં અભિષેકે તરત તેમનો હાથ પકડી તેમને આગળ જવામાં મદદ કરી હતી. અભિએ સાસુની સંભાળ રાખી તે જોઈ ફેન્સ ઘણા ખુશ છે અને અભિ-એશના સંબંધો સારા હોય અને તેઓ હેપ્પી કપલની જેમ રહે તેમ ઈચ્છે છે.