ફાયરિંગની ઘટના બાદ Salman Khanએ પોસ્ટ કરી આપી મહત્વની અપડેટ…

ગઈકાલે સવારે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો અને મળી રહેલી માહિતી પ્રમાણે આ ગોળીબારમાં બે મોટરસાઈકલ સવારનો સમાવેશ થાય છે. જોકે, સલમાન ખાન આ ઘટનાથી બિલકુલ પરેશાન થયો નહોતો અને તેણે દુબઈમાં પોતાની ફિટનેસ બ્રાન્ડના લોન્ચની જાહેરાત કરી હતી.
ફાઈરિંગની ઘટના બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી હતી. સલમાન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. સલમાન ખાનના ફેન્સ તેની આ પોસ્ટ જોઈને રાહતનો શ્વાસ લીધો હતો. આવો જોઈએ સલમાને શું પોસ્ટ કરી…
સોમવારે સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં તે તેની બ્રાન્ડ બીઈંગ સ્ટ્રોન્ગને પ્રમોટ કરતો જોવા મળ્યો હતો. એક્ટરે આ વીડિયો શેર કરવાની સાથે સાથે જ આ બ્રાન્ડ દુબઈમાં ઉપલબ્ધ હશે એવું પણ જણાવ્યું હતું.
સલમાન ખાને જેવો આ વીડિયો પોસ્ટ કર્યો કે તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી કરીને એક્ટરની સલામતી પર રાહતનો શ્વાસ લીધો હતો. એક ફેને સલમાન ખાનના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈજાન કરોડો લોકોની દુઆઓ તમારી સાથે છે. આ સિવાય બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈનું અપડેટ આપવાનો અંદાજ થોડો અનોખો છે.
રવિવારે સવારે ઘરની બહાર બનેલી ફાઈરિંગની ઘટના બાદ પણ સલમાન ખાને પોતાનું કામ જારી રાખ્યું છે અને ફિલ્મોના શૂટિંગ પૂરા કરવાનો નિર્ણય લીધો છે. નવા અહેવાલ અનુસાર એક્ટર આ હુમલો કરાવનારાઓ તરફ ધ્યાન નથી આપવા માંગતો અને હુમલા બાદ પણ તે પોતાનું કામ ચાલું જ રાખવા માંગે છે.