મનોરંજન

લાંબા સમય પછી બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને મળ્યો નવો પ્રોજેક્ટ

મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા છેલ્લા ચાર વર્ષથી નવા કામ માટે વલખાં મારી રહી હતી પરંતુ હવે નવો પ્રોજેક્ટ મળતા રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લે સુપરનેચરલ શો નાગિન 4માં નિયા જોવા મળી હતી, જેમાં દર્શકોએ આ સીરિયલમાં ખૂબ જ પસંદ કરી હતી. આ બાદ નિયાએ કેટલાય રિયાલિટી શોઝ કર્યા પણ આ રીતે દર્શકોના દિલો પર રાજ કરી શકી નથી.

હવે નિયા ચાર વર્ષ પછી સુહાગન ચુડૈલથી વાપસી કરવા જઈ રહી છે. આ વાતને લઈ તે ખૂબ જ ખુશ છે. આ એક ફિક્શન જોનર છે. નાગિનની જેમ જ આ એક સુપરનેચરલ શો છે. નિયાને શો માટે સાઈન કરી છે. જોકે નિયા તરફથી આના પર અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. નિયા લીડ રોલમાં જોવા મળશે એ મેકર્સ માટે ખુશીની વાત છે.

આપણ વાંચો: ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અંદાજે ઘાયલ કર્યા ચાહકોને

સીરિયલમાં બાકીની કાસ્ટને પણ પસંદ પણ કરી છે અને એનું શૂટિંગ ટૂંક સમયમાં થશે. સીરિયલની સ્ટોરી ત્રણ પાત્ર છે. મહિલા પોતાના પતિને તે ચુડેલથી બચાવે છે, જેની મોહજાળમાં તે ફસાય છે. આ વખતે દર્શકોનું ખૂબ મનોરંજન થવાનું છે. નિયા પણ આ શો કરવા માટે ખૂબ એક્સાઈટેડ છે. નિયાને છેલ્લી વખત કાલીઃ એક અગ્નિપરીક્ષામાં જોવ મળી હતી. આ સિવાય નિયાએ એક હજારો મેં મેરી બહના હે, જમાઈ રાજા વગેરે ઈશ્ક મેં મરજાવા જેવી સીરિયલ્સમાં જોવ મળી હતી.

નિયાએ વર્ષ 2020માં ખતરો કે ખિલાડીઃ મેડ ઈન ઈન્ડિયા શો પણ કર્યો હતો પછી 2022માં ઝલક દિખલાજા 10માં પણ પાર્ટીસિપેટ કર્યું હતું. જેમાં રુબિના દિલૈક સાથે તેની ટક્કર જોવા મળી હતી, પણ તે વિનર થઈ શકી નહોતી. ઉપરાંત તે બિગ બોસ 15માં ગેસ્ટ તરીકે પણ જોવા મળી હતી. ઓટીટીમાં પણ નિયા કામ કરી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button