અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરી આપ્યા મોટા સમાચાર
નવી દિલ્હી: પોર્ન સ્ટાર સની લિયોની (Sunny Leone) પોતાના બોલ્ડનેસ અને ગ્લેમર માટે જગ પ્રસિદ્ધ છે. અનેક વર્ષોથી બૉલીવૂડમાં કામ કરવાથી દૂર રહ્યા બાદ સની હવે એક પગલું ભર્યું છે. તાજેતરતમાં સનીએ ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાનું એક રેસ્ટોરા ખોલી છે.
સનીને આ રેસ્ટોરન્ટની અનેક તસવીરો શૅર કરી છે. સનીએ ઓપન કરેલા આ રેસ્ટોરાની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. સની લીઓનીએ સોશિયલ મીડિયા પર તેના નવા શરૂ કરવામાં આવેલા રેસ્ટોરન્ટ ‘ચિકાલોકા’ (Chika Loca)ને અંગે એક પોસ્ટ કરી હતી. આ રેસ્ટોરન્ટ યુપીના નોઇડામાં શરૂ કરવામાં આવ્યું છે.
સની લીઓનીએ તેના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર રેસ્ટોરાં ઓપનિંગનો એક વિડીયો શૅર કર્યો છે. તેમ જ આ ‘ચિકાલોકા નોઇડા’ નામથી એક એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ પર બનાવવામાં આવ્યું છે. જેમાં રેસ્ટોરાં અને ત્યાંની દરેક બાબતોની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ રેસ્ટોરાંને લઈને સનીએ કરેલી પોસ્ટમાં તે પિઝાનો બેઝ તૈયાર કરી રહી છે. આ દરમિયાન તેણે ‘ચિકાલોકા’ નામની બ્રેડિંગ વાળું અપ્રોન પણ પહેર્યું છે. વીડિયોમાં સની ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ દરમિયાન સનીએ કહ્યું હતું કે તે ‘ચિકાલોકા’માં બનેલી વિવિધ ડિશથી દુનિયા અને લોકોનું દિલ જીતવા માગે છે.
આ બાબતે વધુ માહિતી આપતા સનીએ કહ્યું હતું કે મોટા ભાગે લોકો મુંબઈમાં આ પ્રકારનો બિઝનેસ ઓપન કરવા ઈચ્છે છે જેથી મે નોઇડાને પસંદ કર્યું હતું. એક રેસ્ટોરાં ઓપન કરવા માટે અમે અનેક સમયથી વિચારીને રાખ્યું હતું. આ એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરાં છે, જયાં તમને ભારતની સાથે આખા એશિયા, યુરોપ, મેક્સિકન અને ઇટલીની પણ અનેક વાનગીઓ અને સ્વાદ મળશે.