આમચી મુંબઈનેશનલમનોરંજન

હાઈબોક્સ એપના કેસમાં હવે આ અભિનેત્રીનું નામ પણ જોડાયું, પોલીસે નોટિસ મોકલી

મુંબઈઃ હાઈબોક્સ નામની એપનો મામલો વધુ ગરમાતો જાય છે. એલ્વિશ યાદવ અને ભારતી સિંહના નામ બાદ હવે બીજી એક અભિનેત્રીનું નામ બહાર આવ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્ય મોત બાદ ડ્રગ્સ મામલે જેલમાં જઈ ચૂકેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને દિલ્હી પોલીસે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: એ 28 દિવસઃ રિયા ચક્રવર્તીએ ત્રણ વર્ષ પછી યાદ કર્યા એક દિવસો

આ નોટિસમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે રિયા ચક્રવર્તીએ 9 ઓક્ટોબરે દ્વારકાના સાયબર સેલમાં પૂછપરછ માટે આવવું પડશે. આ કેસમાં અગાઉ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાઈબોક્સ એપ કૌભાંડના મામલામાં અત્યાર સુધીમાં અનેક નામો બહાર આવ્યા છે. જેની દિલ્હી પોલીસ પૂછપરછ કરી રહી છે.

તાજેતરમાં જ હાઈબોક્સ નામની એપ અંગે પોલીસને 500થી વધુ ફરિયાદો મળી છે. આ પછી જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો તેમને જાણવા મળ્યું કે આ એપ દ્વારા 30 હજારથી વધુ લોકોને વધુ વળતરની લાલચ આપીને 500 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો આ એપને પ્રમોટ કરનાર સેલિબ્રિટીઓનું પણ આ કૌભાંડ સાથે કનેક્શન હોવાની શક્તાઓ પોલીસને વર્તાઈ. જેની પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણ સોશિયલ મીડિયા પ્રભાવકો સામે સમન્સ જારી કર્યું હતું. હવે આ લિસ્ટમાં રિયા ચક્રવર્તીનું નામ પણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ: રિયા ચક્રવર્તી વિરુદ્ધ જારી લૂકઆઉટ સર્ક્યુલર હાઇ કોર્ટે રદ કર્યું

આ મામલે 3 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IFSO સ્પેશિયલ સેલ) હેમંત તિવારીએ કહ્યું હતું કે ‘Hibox એક મોબાઈલ એપ છે જેના દ્વારા કથિત આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકાના વળતરની ખાતરી આપી હતી, જે એક મહિનામાં વધીને 30 થી 90 ટકા થઈ જશે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. એપ દ્વારા 30,000 થી વધુ લોકોએ નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતના પાંચ મહિનામાં રોકાણકારોને ઊંચું વળતર મળ્યું હતું. જો કે, જુલાઈથી એપ્લિકેશને તકનીકી ખામીઓ, કાયદાકીય સમસ્યાઓ અને GST સમસ્યાઓને આગળ ધરી ચૂકવણી બંધ કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker