
મુંબઈ: અભિનેતા રોનિત રોય એક્ટિંગની સાથોસાથ સિક્યુરિટી એજન્સી પણ ચલાવી રહ્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. રોનિત રોયની જેમ ઘણી અભિનેત્રીઓએ પણ બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને સફળ બિઝનેસવુમન બની છે. જેમાં કેટરિના કેફ, ક્રિતી સેનન જેવી અનેક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ટીવીના પડદે ચમકનારી એક અભિનેત્રી પણ આજે પોતાની કોસ્મેટિક કંપનીના કારણે સફળતાના શિખરે પહોંચી છે.
એક્ટિંગ છોડીની બિઝનેમવુમન બની આશકા ગોરડિયા
આશકા ગોરડિયાએ 2000ના વર્ષમાં ટીવીના પડદે પદાર્પણ કર્યું હતું. 19 વર્ષના પોતાની કારકિર્દીમાં આશકાએ અનેક ટીવી સિરીયલ અને રિયાલીટી શોમાં કામ કર્યું હતું. સાથોસાથ તેણે 2018માં પ્રિયાંક શાહ અને આશુતોષ બલાની સાથે મળીને 50 લાખના રોકાણ કરીને કોસ્મેટિક બાન્ડ શરૂ કરી હતી. પોતાની કંપનીને વધારે સમય આપવા માટે આશકાએ 2019માં પોતાના ટીવી ક્ષેત્રના કરિયરને તિલાંજલી આપી દીધી હતી.

1200 કરોડે પહોંચી આશકાની કંપનીની વેલ્યુ
2019 બાદ આશકા ગોરડિયા પોતાનો પૂરેપૂરો સમય પોતાના બિઝનેસને આપવા લાગી. તેની આ મહેનત રંગ લાવી. તેની કોસ્મેટિક બ્રાન્ડ પહેલી ડિઝિટલ બ્રાંડ હતી. તેણે શરૂઆતમાં ઓનલાઈન વેચાણ શરૂ કર્યું હતુ. ધીરે-ધીરે તેણે પોતાની પ્રોડક્ટને ઓફલાઈન વેચવાની પણ શરૂઆત કરી હતી. આ રીતે પહેલા બે વર્ષમાં આશકાએ 100 કરોડની કમાણી કરી હતી. આમ, આશકા ગોરડિયા સફળ બિઝનેસવુમન બની. આજે તેની કંપનીની વેલ્યુ 1200 કરોડ પર પહોંચી ગઈ છે.
આશકા ગોરડિયાનું અંગત જીવન
ઉલ્લેખનીય છે કે, આશકાએ પોતાના 19 વર્ષના એક્ટિંગ કરિયર દરમિયાન ‘અચનાક 37 સાલ બાદ’, ‘સાથ ફેરે’, ‘શુભ વિવાહ’, ‘બાલ વીર’, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘પિયા કા ઘર’, ‘કુસુમ’, ‘નાગિન’ અને ‘ડાયન’ જેવી ટીવી સિરિયલ તથા બિગ બોસ સીઝન 6, નચ બલિયે 8, ઝલક દિખલા જા 4 અને ખતરોં કે ખિલાડી 4 તથા કિચન ચેમ્પિયન 5 જેવા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. તેણે 2017માં પોતાના અમેરિકન બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. 2023માં તેઓના ઘરે એક સંતાન પણ જન્મ્યું હતું. હાલ આશકા પોતાના પરિવાર સાથે ગોવા ખાતે નિવાસ કરી રહી છે.