નવા વર્ષે આ કેવા ફોટો પોસ્ટ કર્યા Actor Manoj Bajpayeeએ?

બી-ટાઉનના દિગ્ગજ કલાકારોમાં મનોજ બાજપેયીની ગણતરી થાય છે અને તેઓ પોતાના દમદાર અભિનયના જોરે દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે. તેમણે નિભાવેલી ભૂમિકાઓ અને ફિલ્મો લોકો ખૂબ જ પસંદ કરે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર મનોજ બાજપેયીની એકદમ દમદાર ફેનફોલોઈંગ છે અને એમની સાથે એક્ટર પોતાની પર્સનલ લાઈફની કેટલીક ખાસ પળો શેર કરવાનું પસંદ કરે છે.
હવે નવા વર્ષે મનોજ બાજપેયીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે ફેન્સ એમની ફિટનેસના કાયલ થઈ ગયા છે. ફેન્સ તેમના આ ફોટોને લાઈક કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર પોતાની એક શર્ટલેસ ઈમેજ શેર કરી છે, જેમાં તેના સિક્સ પેક દેખાઈ રહ્યા છે. ફેન્સ મનોજ બાજપેયીનો આ અવતાર જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
પોતાના ફોટો શેર કરીને મનોજ બાજપેયીએ કેપ્શનમાં લખ્યું છે કે નવું વર્ષ મારા માટે એકદમ જ નવું. જોઈ લો ડિલિશિયસ સૂપની મારી બોડી પર શું અસર થઈ એ. એકદમ કિલર લૂક છે ને? ફેન્સને પણ મનોજનો આ નવો લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પોસ્ટ કર્યાની થોડીક જ વારમાં તેમના ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયા હતા.
ફેન્સ મનોજના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે રીતિક રોશન કોણ છે? બીજા એક યુઝરે લખ્યું છે કે અત્યાર સુધી ક્યાં છુપાવી રાખ્યા હતા? ત્રીજા એક નેટિઝન્સે કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે જિમ પ્લસ મનોજ એટલે પુર્ણતા…
મનોજ બાજપેયીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ વેબ સિરીઝ કિલર સૂપમાં એક્ટિંગ કરતાં જોવા મળશે, જે 11મી જાન્યુઆરીના ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ રહી છે. આ સિરીઝ સિવાય તેઓ પ્રાચી દેસાઈ, સાહિલ વૈદ અને વકાર શેખ સાથે સાઈલેન્સ-2માં પણ જોવા મળશે.