મનોરંજન

રિયાલિટી શો હાઉસ અરેસ્ટ મુદ્દે અભિનેતા એજાઝ ખાન પર પોલીસ ફરિયાદ, અશ્લીલ વિડીયો વાઇરલ થતા એક્શન

મુંબઇ : અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગે રિયાલિટી શો ‘હાઉસ અરેસ્ટ’ પર થયેલા હોબાળા બાદ સમન્સ પાઠવ્યો છે. ત્યારે હવે મુંબઇ પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. તેમજ આ શો સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એજાઝ ખાન વિવાદાસ્પદ રિયાલિટી શો ‘હાઉસ અરેસ્ટ’ હોસ્ટ કરી રહ્યો હતો. તે દરમિયાન આ વિવાદ સપાટી પર આવ્યો હતો.

બજરંગ દળના કાર્યકર્તા ગૌતમ રાવરિયા દ્વારા ફરિયાદ

એજાઝ ખાન અને શો સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 296, 3 (5), IT કાયદાની કલમ 67 (A)અને મહિલાઓનું અશ્લીલ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) કાયદાની કલમ 4, 6 અને 7 હેઠળ FIR નોંધવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તા ગૌતમ રાવરિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે અભિનેતા એજાઝ ખાન, હાઉસ અરેસ્ટ વેબ શોના નિર્માતા રાજકુમાર પાંડે અને એપના અન્ય વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.

હાઉસ એરેસ્ટનો એક વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, હાઉસ એરેસ્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં હોસ્ટ એજાઝ ખાન સ્પર્ધકોને કામસૂત્રના વિવિધ પોઝિશન બતાવવા અને શીખવવા માટે કહી રહ્યો હતો. તેમણે મહિલા સ્પર્ધકોને બધા સ્પર્ધકોએ સામે કામસૂત્રની સ્થિતિઓનું પ્રદર્શન કરવા જણાવ્યું હતું. આ જોઈને લોકો ગુસ્સે ભરાયા અને શો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

આ પણ વાંચો…એજાઝ ખાનના શૉ પર પ્રતિબંધ મૂકવાની માગઃ અશ્લીલતાની હદ વટાવી ગયો હોવાના આક્ષેપો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button