ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવ્યા માઠા સમાચાર, હોટેલમાંથી મળી આવ્યો જાણીતા એક્ટરનો મૃતદેહ
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, પરંતુ એની સાથે સાથે જ તે એક પથી એક બેડ ન્યુઝ પણ આપી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે અનેક શોઝમાં જોવા મળેલા અભિનેતા દિલીપ શંકર (Dileep Shankar)નું નિધન થયું છે.
દિલીપે થોડાક દિવસ પહેલાં જ એક હોટેલમાં ચેક ઈન કર્યું હતું અને હવે તેનો મૃતદેહ એ જ હોટેલમાંથી મળી આવ્યો છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક્ટરના રૂમમાંથી દુર્ગંધ આવી રહી હતી અને જ્યારે હોટેલના સ્ટાફે દરવાજો તોડ્યો ત્યારે એક્ટરનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. મલાયલમ એક્ટરના મૃત્યુથી ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં સરી પડ્યા છે.
એક્ટરના મૃત્યુના સમાચાર મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી, જોકે પ્રાઈમરી રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રની માહિતી સામે આવી નહોતી. એક્ટરનું મૃત્યુ તિરુવનંતપુરમની એક હોટેલમાં થઈ હતી.
આપણ વાંચો: Shocking: જાણીતા Comedian-અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષે નિધન
દિલીપ શંકર છેલ્લી વખત જાણીતી સિરીયલ પંચાગ્નિમાં ચંદ્રસેનના રોલમાં જોવા મળ્યા હતદા. આ શોના નિર્દેશકે જણાવ્યું હતું કે દિલીપ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને એમની સારવાર ચાલી રહી હતી. જોકે, આ બીમારીનો કોઈ ખુલાસો થયો નહોતો.
દિલીપના નિધનથી ફેન્સ અને સેલેબ્સ બંને શોકમાં છે અને તેના નિધન સમાચાર સામે આવતા જ પંચાગ્નિ કો-સ્ટારે શ્રદ્ધાંજલિ આપી હતી. સીમા જી નાયરે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે તેમણે મને પાંચ દિવસ પહેલાં જ ફોન કર્યો હતો, પરંતુ ત્યારે હું એની સાથે સરખી વાત કરી શકી નહોતી. બાદમાં એક ફોન આવ્યો અને આ સમાચાર જાણવા મળ્યા. અત્યા રે હું કંઈ પણ જાણવા કે સમજવામાં અસમર્થ છું.
મલયાલમ એક્ટરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સદમામાં છે. તેમને છેલ્લી વખત સ્ક્રીન પર પંચાગ્નિમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમને અમ્માયારિયાથે ફિલ્મમાં પીટરના રોલમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. તમારી જાણ માટે ફિલ્મ મેકર શ્યામ બેનેગલના નિધન બાદ દિલીપના મૃત્યુએ દર્શકોને હચમચાવી દીધા છે.