‘માય ફ્રેન્ડ ગણેશા’નો છોકરો હવે ગ્લેમરસ છોકરી બની ગઈ, કઈ રીતે જુઓ તસવીરો

મુંબઈઃ ગણેશોત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઘરે અને મંડળો પણ બાપ્પાને લઈ આવ્યા છે. બોલીવુડના કલાકારોમાં પણ બાપ્પાને ઘરે લઈ આવવાનો મહિમા છે, ત્યારે આજે વાત કરીએ એવા કલાકારની, જે અત્યારે સોશિયલ મીડિયા પર છવાયો છે.
“માય ફ્રેન્ડ ગણેશા”માં “આશુ”ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ આશુનો રોલ કોઈ છોકરાએ નહીં પણ એક છોકરીએ ભજવ્યો હતો. તે છોકરીએ બીજી ઘણી ફિલ્મોમાં પણ છોકરાનો રોલ ભજવ્યો હતો. ‘માય ફ્રેન્ડ ગણેશા’માં નાના છોકરાની ભૂમિકા ભજવનારી છોકરી બીજું કોઈ નહીં પણ અહસાસ ચન્ના છે. અહસાસ હવે ઘણી બીજી ફિલ્મોમાં જોવા મળી છે.
આપણ વાંચો: મુંબઈના ૧૨ બ્રિજ પર જોખમી: ગણેશોત્સવમાં શોભાયાત્રા કાઢવા અને એકીસાથે ભેગા થવા પર પ્રતિબંધ
અહસાસ ચન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. આ દિવસોમાં તે તેની આગામી સિરીઝ હાફ સીએ માટે ચર્ચામાં છે. અહસાસ ચન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક પછી એક પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને પોતાના ચાહકોના દિલ જીતતી રહે છે.

અહસાસ ચન્નાનાં ઇન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીની એક યુ-ટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે ઉપયોગી કન્ટેન્ટ શેર કરે છે. અહસાસ ચન્ના વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને અદભુત છે. તે ભારતીય હોય કે પશ્ચિમી, કોઈપણ પોશાકમાં અદ્ભુત લાગે છે. તેના આ ફોટા તેનો પુરાવો છે.
અહસાસ ચન્નાએ પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી વાર કહ્યું છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને મોટાભાગની ફિલ્મોમાં છોકરાની ભૂમિકા ઓફર થતી હતી. મજાની વાત એ છે કે લોકોને ખબર પણ નહોતી કે છોકરાની ભૂમિકા ભજવનાર વાસ્તવિક જીવનમાં છોકરી છે.