Aaradhya Bachchanએ Aishwarya Rai-Bachchan સાથે કર્યું કંઈક એવું કે….

સુંદરતાની મિસાલ તરીકે ઓળખાતી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે, પરંતુ ફરી એક વખત સાત સમંદર પાર વિદેશની ધરતી પર ઐશ્વર્યાએ કરોડો ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું. પરંતુ દીકરી આરાધ્યા પણ મમ્મી ઐશ્વર્યા સાથે કંઈક એવું કર્યું હતું કે જેની કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી હોય…
દુબઈમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડથી નવાજવામાં આવી હતી. પરંતુ આ સમયે જેટલી લાઈમલાઈટ ઐશ્વર્યાએ લૂંટી એટલી જ લાઈમલાઈટ દીકરી આરાધ્યાએ પણ લૂંટી હતી. આરાધ્યા પોતાના સંસ્કાર, સુંદરતા અને ડ્રેસને કારણે ખૂબ જ ચર્ચામાં છે. પરંતુ આપણે વાત કરીશું આરાધ્યાના આઉટફિટની કિંમત વિશે…
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
ઈવેન્ટમાં ઐશ્વર્યાએ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો શાનદાર બ્લેક સિક્વેન્સ અનારકલીનો ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં હેડ ટુ ટો સ્ટનિંગ લાગી રહ્યું હતું. બ્લેક આઉટફિટ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું, જેમાં એશબેબી એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી અને આ ડ્રેસને તેણે મેચિંગ દુપટ્ટા સાથે પેયરઅપ કર્યો હતો.
ઐશ્વર્યાની જેમ જ દીકરી આરાધ્યાએ પણ સુંદર બ્લેક અને સિલ્વર આઉટફિટ પહેર્યો હતો. આરાધ્યાએ પણ મમ્મી ઐશ્વર્યાની જેમ લાઈમલાઈટ લૂંટી હતી. આરાધ્યનો બદલાયેલો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આરાધ્યાએ પણ મનિષ મલ્હોત્રાનું ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.
વાત કરીએ આરાધ્યાના આઉટફિટની કિંમત વિશે તો આ ડ્રેસ આમ તો કસ્ટમાઈઝ્ડ હતો, પરંતુ વેબસાઈટ પર એના જેવા જ દેખાતા સૂટની કિંમત 89,000 રૂપિયા જણાવવામાં આવી છે. આ સાથે આરાધ્યાએ આઈલાઈનર, મસ્કારા, લિપ, ગ્લોસ લગાવીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. આરાધ્યા આ સમયે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.