મનોરંજન

Aishwarya Rai-Bachchanની જેમ જ પુત્રીને પણ બર્થડે વિશ નહીં કરે Abhishek Bachchan?

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનન (Abhishek Bachchan)ની લાડકવાયી આરાધ્યા બચ્ચન આજે 16મી નવેમ્બરના પોતાનો 13મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, પરંતુ હજી સુધી ઐશ્વર્યા કે અભિષેકે આરાધ્યા માટે કોઈ પોસ્ટ નથી કરી. જોકે, અભિષેક બચ્ચનની ફેન ક્લબ દ્વારા આરાધ્યાના જન્મ દિવસે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં બાપ-દીકરી વચ્ચેનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

આરાધ્યા હંમેશાથી જ મમ્મી ઐશ્વર્યા સાથે વધુ જોવા મળે છે અને ઐશ્વર્યા પણ આરાધ્યાને લઈને પોતાના વધારે પડતાં પ્રોટેક્ટિવ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે ત્યાં આરાધ્યા એની સાથે સાથે જ જોવા મળે છે. ઐશ્વર્યા પણ કેમેરાની સામે દીકરી આરાધ્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળે છે. આ બધા વચ્ચે નેટિઝન્સ અભિષેક અને આરાધ્યા વચ્ચેનું આ બોન્ડિંગ જોઈને સવાલો ઉઠાવી રહ્યા છે.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અભિષેક અને આરાધ્યાની ઝલક જોવા મળે છે. આ બધા વચ્ચે અભિષેક આરાધ્યાને એવું પણ કહેતો સાંભળવા મળે છે કે આઈ લવ યુ આરાધ્યા. આ સિવાય બીજા એક વીડિયોમાં આરાધ્યા અને અભિષેક રમત-ગમતના મેદાનમાં જોવા મળે છે.

નાનકડી આરાધ્યા પિતાને જોઈને એમને વળગી પડે છે અને અભિષેક પણ આરાધ્યાને તેડીને ગળે લગાવી લે છે. આ પોસ્ટ પર યુઝર્સ આરાધ્યાને બર્થડે વિશે કરી રહ્યા છે. ગયા વર્ષે અભિષેકે આરાધ્યાનો એક અનસીન ફોટો શેર કર્યો તો અને લખ્યું હતું કે મારી નાનકડી પ્રિન્સેસને જન્મદિવસની શુભેચ્છા… હું તને સૌથી વધુ પ્રેમ કરું છું તો ઐશ્વર્યાએ પણ દીકરી આરાધ્યા સાથેની એક સેલ્ફી શેર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક અને ઐશ્વર્યા હાલમાં લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં છે. ખબરોની વાત વિશ્વાસ કરીએ તો બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા અને અભિષેકે આ વિશે કંઈ પણ ખૂલી કહ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button