ટીવીની કોમોલિકાનો બર્થડેઃ કોલેજકાળથી સ્ટારડમ સુધી, 'કહીં તો હોગા' થી OTT સુધીની સફર | મુંબઈ સમાચાર
મનોરંજન

ટીવીની કોમોલિકાનો બર્થડેઃ કોલેજકાળથી સ્ટારડમ સુધી, ‘કહીં તો હોગા’ થી OTT સુધીની સફર

આમના શરીફ ટીવી જગતનું એક જાણીતું નામ છે. આજે એટલે કે 16 જુલાઈના પોતાનો 43મો જન્મદિવસ ઉજવણી કરી. આજના બર્થડેના દિવસે ચાલો જાણીએ તેની અંગત અને વ્યાવસાયિક સફર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

કોલેજકાળથી જાહેરાતોની ઓફર મળતી

આમનાને તેના કોલેજકાળ દરમિયાન જ જાહેરાતોની ઓફર મળવા લાગી હતી. મોડેલિંગ દરમિયાન, તેણે અભિજીત ભટ્ટાચાર્યના લોકપ્રિય મ્યુઝિક વિડિયો ‘ચલને લગી હૈ હવાયેં’ માં કામ કર્યું હતું. આ દરમિયાન એકતા કપૂર તેના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ એક નવો શો ‘કહીં તો હોગા’ બનાવી રહી હતી. તે આ શો માટે એક નવી અને સુંદર અભિનેત્રી શોધી રહી હતી, અંતે આમના શરીફને જોતા તેની શોધ પુરી થઇ.

આ પણ વાંચો: અનુષ્કા સેન મોનોકિની પહેરીને પુલમાં ઉતરીઃ ચાહકો દંગ રહી ગયા…

‘કહીં તો હોગા’ સીરિયલ સફળ રહી

નાના પડદા પર આમના શરીફના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. ‘કહીં તો હોગા’માં રાજીવ ખંડેલવાલ સાથેની તેની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ શો 2000 ના દાયકાના ટોચના શોમાંનો એક બન્યો હતો. ટીવીની સફળતા પછી, આમના બોલિવૂડ તરફ વળી. તેણે 2009 માં ‘આલૂ ચાટ’ થી ડેબ્યૂ કર્યું, ત્યારબાદ તે ‘આઓ વિશ કરેં’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. જોકે, બોલિવૂડમાં તેની સફર બહું લાંબી ન રહી.

લગ્ન, બ્રેકઅપ અને પુનરાગમન

એક-બે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી, અભિનેત્રીને સાઈડ રોલની ઓફર મળવા લાગી. ત્યારબાદ, આમનાએ 2013 માં વિતરક અને નિર્માતા અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના બે વર્ષ પછી, અભિનેત્રીએ 2015 માં એક પુત્રને જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન, અભિનેત્રી અભિનયથી દૂર રહી અને માતૃત્વનો આનંદ માણી રહી હતી.

આ પણ વાંચો: ખાસ અંદાજમાં પત્નીને બર્થડે વિશ કર્યું આ એક્ટરે, પોસ્ટ થઈ ગઈ વાઈરલ…

રાજીવ ખંડેલવાલના પ્રોજેક્ટમાં જોવા મળી શકે

2019માં આમનાએ ફરી એકવાર ‘કસૌટી જિંદગી કી 2’ માં કોમોલિકાની ભૂમિકા ભજવીને વાપસી કરી. તેણે ‘ડેમેજ્ડ 3’ થી ઓટીટી ડેબ્યૂ કર્યું અને ‘આધા ઇશ્ક’ માં પણ જોવા મળી, જે તમે JioCinema અને Disney+ Hotstar પર જોઈ શકો છો. અહેવાલો અનુસાર, આમના શરીફ ટૂંક સમયમાં રાજીવ ખંડેલવાલ સાથેના એક પ્રોજેક્ટમાં ફરી જોવા મળી શકે છે. જોકે, બંને જાહેરાતમાં સાથે જોવા મળશે કે વેબ સિરીઝમાં એ હજુ સ્પષ્ટ નથી .

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button