મનોરંજન

બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સિતારા જમીન પર રહ્યા! જાણો કેટલી કરી કમાણી…

મુંબઈ: આમીર ખાનની સિતારે જમીન પર બોક્સ ઓફિસમાં રિલીઝ થઈ ચૂકી છે. 20 જૂન, શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેનું પ્રદર્શન અપેક્ષા કરતા નબળું રહ્યું. આમિરની આ ફિલ્મે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે, પરંતુ ટ્રેઈલરથી લોન્ચ સુધી ફિલ્મને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તે પહેલા દિવસે બોક્સ ઓફિસની કમાણી પર જોવા ન મળ્યો.

બોક્સ ઓફિસનું પ્રદર્શન
‘સિતારે જમીન પર’એ પહેલા દિવસે માત્ર 11.7 કરોડ રૂપિયાની કમાણી કરી, જે સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ છે. આ ફિલ્મ, જે 2007ની હિટ ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ છે, તેણે હિન્દીમાં 17.73% થિયેટર ઓક્યુપન્સી મેળવી. સવારના શોમાં 16.74%, બપોરના શોમાં 16.25% અને સાંજના શોમાં 20.21% ઓક્યુપન્સી હતી, જેમાં જયપુરમાં સૌથી વધુ 29.33% નોંધાઈ. જોકે, ફિલ્મે 30 કરોડની શરૂઆતની અપેક્ષાઓ સુધી પહોંચી શકી ન હતી.
આગામી સમયમાં ફિલ્મ સારી કમાણી કરશે

2007ની ‘તારે જમીન પર’એ પહેલા દિવસે 2.62 કરોડ કમાયા હતા, પરંતુ સકારાત્મક પ્રચારથી તે હિટ બની હતી. આર.એસ.પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત અને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં 10 નવા કલાકારો, જેમાં અરૂષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ અને અન્યનો સમાવેશ થાય છે, તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું. નબળી શરૂઆત છતા આગામી સમયમાં ફિલ્મ સારી કમાણી કરી શકવાની આશા કાયમ છે.

ઓટીટી ડીલનો ઇનકાર
જણાવી દઈએ કે, આમિરે આ ફિલ્મને ફક્ત થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો અને 120 કરોડ રૂપિયાની ઓટીટી ડીલ નકારી કાઠી હતી. ઇન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’માં તેમણે કહ્યું, “હું થિયેટરો પ્રત્યે વફાદાર રહીશ.” હવે ફિલ્મની બોક્સ ઓફિસ સફળતા નિર્ણાયક બની છે. આ સપ્તાહના તેનું પ્રદર્શન નિર્ણાયક રહેશે.

આપણ વાંચો : Sitare Zameen par review: ફિલ્મમાં ઘણી ખામીઓ પણ મિ. પરફેક્શનિસ્ટ ઈઝ પરફેક્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button