આમિર ખાને લગ્ન પહેલાં જ જમાઈ માટે સોશિયલ મીડિયા પર કહી આવી વાત..
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મોને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે અને એમાં પણ ખાસ કરીને લાડલી દીકરી ઈરા ખાનના લગ્નને કારણે. ટૂંક સમયમાં જ ઈરા ખાન લગ્નબંધનમાં બંધાવવા જઈ રહી છે અને આ બધા વચ્ચે જ આમિરે થનારા જમાઈ નુપૂર શિખરે માટે એવી વાત કહી છે કે તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ઈરાના લગ્નનું સ્પેશિયલ ઈન્વિટેશન કાર્ડ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું કહ્યું મિસ્ટર પરફેક્શનનિસ્ટે તેના જમાઈ વિશે અને શું ખાસ છે ઈરાની કંકોતરીમાં…
પહેલાં વાત કરીએ ઈરાની કંકોતરી વિશે. ઈરાએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ આ સ્પેશિયલ ઈન્વિટેશન કાર્ડની એક ઝલકનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈરા તેને મિત્રોને ખાસ અંદાજમાં આમંત્રણ આપતી જોવા મળી રહી છે. આ એક કંકોતરી એક પઝલના ફોર્મેટમાં છે. તેની લગ્ની કંકોતરી જોઈને તેના મિત્રો પણ ચોંકી ઉઠ્યા હતા.
ઈરા ખાન અને નુપૂર શિખરેની સગાઈ પણ ખૂબ જ ધામધૂમથી થઈ હતી અને હવે ખાન અને શિખરે પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. બધી જગ્યાએ બસ માત્ર ઈરા અને નુપૂરના લગ્નની ચર્ચા ચાલી રહી છે.
આમિરે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નૂપુર માટે એક ઈમોશનલ પોસ્ટ કરી છે. આમિરે તેની પોસ્ટમાં લખ્યું છે કે નૂપુર એક સારો છોકરો છે. ઈરા જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે તે મારી દીકરી માટે અડીખમ ઊભો રહ્યો હચો. તે એક બેસ્ટ પાર્ટનર છે. બંનેને એક સાથે જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ઈરાએ પાર્ટનર તરીકે નુપૂર જેવા છોકરાની પંસદગી કરે છે એનો મને આનંદ છે. નૂપુર અને ઈરા હંમેશા ખુશ રહે…
આ પોસ્ટની સાથે સાથે સોશિયલ મીડિયાએ લાડકીના લગ્નની તારીખ પણ જણાવી છે. ત્રીજી જાન્યુઆરીને ઈરા અને નૂપુર લગ્નબંધનમાં બંધાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નૂપુર અને ઈરા એકબીજાને વર્ષોથી ડેટ કરી રહ્યા છે. ઈરા હંમેશા નૂપુર સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જોવા મળે છે. ઈરા એક્ટ્રેસ નથી પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેની ફેનફોલોઈંગ જબરજસ્ત છે. તેની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થતી હોય છે.