…તો આ કારણે આમિરના ઘરે આવ્યો હતો પોલીસ અધિકારીઓનો કાફલો…

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનના મુંબઈ સ્થિત ઘરે પ્રોબેશનરી IPS અધિકારીઓ મહેમાન તરીકે આવ્યા હતા. અભિનેતાના ઘરે IPS અધિકારીઓના જમાવડો ચર્ચાનો વિષય બન્યો હતો. રવિવારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા હતા.
જેમાં ત્રણ પોલીસ વાહનોની સાથે એક બસ આમિરના બાંદ્રા સ્થિત ઘરેથી બહાર નીકળતી જોવા મળી હતી, જેમાં IPS ટ્રેઈનીઝ સવાર હતા. આ વાયરલ વીડિયો પર ઘણી અટકળોના દોર શરૂ થયો હતો જેના પર હવે આમિરની ટીમે મૌન તોડ્યું છે. આમિરની ટીમ પ્રમાણે આ એક સૌજન્ય મુલાકાત હતી.
અભિનેતા આમિર ખાનના મુંબઈ સ્થિત ઘરે ઘણા પ્રોબેશનરી IPS અધિકારીઓને મહેમાન તરીકે આવ્યા હતા. રવિવારે, અભિનેતાના ઘરેથી IPS અધિકારીઓને લઈ જતી બસને એસ્કોર્ટ કરતા ત્રણ પોલીસ વાહનોના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ થયો હતો. અધિકારી સૂત્રો પ્રમાણે અધિકારીઓએ બાંદ્રા સ્થિત આમિરના નિવાસસ્થાનની સૌજન્ય મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે પ્રોબેશનરી IPS અધિકારીઓને આમિર ખાનને મળવા ઈચ્છતા હતા. આ મુલાકાત એક ઔપચારિક ભેટ હતી, જેમાં ટ્રેઈનીઝે આમિર સાથે વાતચીત કરી. આમિરની ટીમના એક સભ્યએ જણાવ્યું કે વર્તમાન બેચના IPS ટ્રેઈનીઝે આમિર સાથે મુલાકાતની વિનંતી કરી હતી, અને આમિરે તેમને પોતાના ઘરે આવકાર્યા હતા. આમિરની 1999ની ફિલ્મ ‘સરફરોશ’ બાદથી ઘણા IPS ટ્રેઈનીઝ તેમને મળવા ઉત્સુક હોય છે, અને આમિરે અગાઉ પણ અનેક બેચના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.
થોડા જ સમય પહેલા આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ 20 જૂને થિયેટરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મ આમિરની 2007ની ફિલ્મ ‘તારે ઝમીન પર’નું સિક્વલ છે, જેનું દિગ્દર્શન આર. એસ. પ્રસન્નાએ કર્યું છે. આમિર ખાન આગામી ફિલ્મ ‘કૂલી’માં રજનીકાંત સાથે જોવા મળશે, જેમાં તેઓ ‘દહા’ નામનું એક બોલ્ડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનગરાજે કર્યું છે, અને તેમાં નાગાર્જુન, શ્રુતિ હાસન અને સત્યરાજ પણ મેઈન લીડમાં છે. આ ઉપરાંત, આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘લાહોર 1947’ બનશે. જેનું ડિરેક્શન રાજકુમાર સંતોષી કરશે.
આ પણ વાંચો…આમિર ખાનના ઘરે 25 IPS અધિકારીઓ શા માટે પહોંચ્યા? વીડિયો વાયરલ