સલમાન ખાનના બિગ બોસ 19 શોની A to Z વિગતો જાણો

બિગ બોસની સીઝન 19 માટે ચાહકો ખૂબ જ ઉત્સાહી છે. દર વખતની જેમ આ સીઝનનું હોસ્ટિંગ પણ સુપરસ્ટાર સલમાન ખાન કરશે. ભારતમાં સૌથી વધુ જોવાયેલા રિયાલિટી શોમાંના એક, બિગ બોસે હંમેશાં દર્શકોનું મનોરંજન કર્યું છે. સીઝન 19થી પણ આવી જ અપેક્ષાઓ છે. ચાલો અહીં બિગ બોસ 19 વિશે તેની થીમથી લઈને સ્પર્ધકોની યાદી સુધી બધું જાણીએ.
અહેવાલો અનુસાર સલમાન ખાન જુલાઈમાં પ્રોમોનું શૂટિંગ શરૂ કરી શકે છે, જ્યારે શોનો પ્રીમિયર ઓગસ્ટમાં થવાની શક્યતા છે. આગામી અઠવાડિયામાં નિર્માતાઓ તરફથી આ અંગે જાહેરાત થઇ શકે છે.
આપણ વાંચો: કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત
બિગ બોસ 19ની થીમ અલગ અલગ છે. આ વખતે સલમાન ખાનના શોમાં ગયા વર્ષની ઝલક જોવા મળશે. આ વખતે સીઝન લાંબી હશે, તે સાડા ત્રણ મહિના સુધી ચાલશે, આ સીઝન પછી જ બિગ બોસની સીઝન 4નું OTT પર પ્રીમિયર થશે.
દરમિયાન, બિગ બોસ તક (X પર એક આંતરિક પાનું) એ શોની થીમ વિશે ટ્વીટ કર્યું છે, જે મુજબ બિગ બોસની 19મી સીઝન ઓગસ્ટમાં રીવાઇન્ડ થીમ સાથે શરૂ થશે.
ટ્વીટમાં લખ્યું છે કે, “બિગ બોસ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. નિર્માતાઓએ આ વખતે 3.5 મહિના માટે ટીવી વર્ઝન સાથે શો શરૂ કરવાનો અને પછી OTT વર્ઝન ચલાવવાનો નિર્ણય લીધો છે.
આપણ વાંચો: મને હજુ બિગ બોસની ઈનામી રકમ નથી મળી…’ આ એક્ટરે કર્યો ઘટસ્ફોટ
બિગ બોસ 19 માટે એક “રીવાઇન્ડ” થીમ હશે જેમાં સિક્રેટ રૂમ પાછા આવશે. દર્શકો સ્પર્ધકોને નોમિનેટ કરશે અને પછી સ્પર્ધકોને બહાર કાઢવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અહેવાલો અનુસાર, આ વખતે બિગ બોસની 19મી સીઝનમાં, ફક્ત ટીવી અને ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સ જ સ્પર્ધકો તરીકે જોવા મળશે અને આ વખતે શોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝર્સનો સમાવેશ કરવામાં આવશે નહીં.
સીઝન 19 માટે સ્પર્ધકોની કામચલાઉ યાદી પણ આવી ગઈ છે, જે મુજબ ફૈઝલ શેખ (મિસ્ટર ફૈસુ), ડેઝી શાહ, તનુશ્રી દત્તા, ખુશી દુબે, વિક્રમ સિંહ ચૌહાણ, રામ કપૂર, શરદ મલ્હોત્રા, રાજ કુન્દ્રા, ગૌરવ તનેજા, પારસ કાલનાવત અને શશાંક વ્યાસની પસંદગી થઇ શકે છે, પરંતુ નિર્માતાઓએ હજુ સુધી અંતિમ સ્પર્ધકોની યાદીની પુષ્ટિ કરી નથી. આ શોનું નિર્માણ બનિજય એશિયા (એન્ડેમોલ શાઇન ઇન્ડિયા) દ્વારા કરવામાં આવશે અને તે કલર્સ ટીવી પર પ્રસારિત થશે.