મનોરંજન

Golden Globe Awardsમાં ભારતને મળી નિરાશા, આ ફ્રેન્ચ ફિલ્મે બાજી મારી

ઓલ વી ઈમેજિન એઝ લાઈટ એવોર્ડ જીતી નહીં શકે…

મુંબઈ: એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ્સ) બાદ વિશ્વના સૌથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ(82nd Golden Globe Awards)ની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે આજે સવારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં ભારતને નિરાશા મળી. ભારતીય દિગ્દર્શક પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ (All we imagine as light) ફિલ્મ એક પણ એવોર્ડ જીતી ના શકી.

પાયલની ફિલ્મ ગોલ્ડન ગ્લોબમાં બે કેટેગરી હેઠળ નોમિનેટ થઇ હતી. ફિલ્મને ‘બેસ્ટ નોન-ઈંગ્લિશ લેંગ્વેજ મોશન પિક્ચર’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, ત્યારે પાયલ કાપડિયાને ‘બેસ્ટ ડિરેક્ટર’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, પરંતુ આ બંને કેટેગરીમાં ફિલ્મને કોઈ એવોર્ડ મળ્યો નહતો.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : બિરેન સિંહને સૌથી અયોગ્ય નેતાનો એવોર્ડ આપવો જોઈએ

આ ફિલ્મ અને સિરીઝે બાજી મારી

જેક ઓડિઆર્ડની ફ્રેન્ચ ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ (Emilia Pérez) આ વખતે ગોલ્ડન ગ્લોબ્સમાં જ્યુરીની ફેવરિટ રહી, આ ફિલ્મે ‘બેસ્ટ નોન-અંગ્રેજી લેંગ્વેજ મોશન પિક્ચર’ કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ સિવાય આ ફિલ્મે અન્ય ઘણી કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યા હતા. ટીવીમાં અમેરિકા અને જાપાન કો-પ્રોડક્શન શો ‘શોગુન’ (Shogun)ને બાજી મારી.

82મા ગોલ્ડન ગ્લોબ્સની મુખ્ય કેટેગરીમાં એવોર્ડ વિનર:

આપણ વાંચો: મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડની યાદીમાંથી સામેલ નહીં! પિતાએ નારાજગી વ્યક્ત કરી, જાણો શું છે હકીકત

  1. બેસ્ટ મોશન પિક્ચર (નોન-અંગ્રેજી લેન્ગ્વેજ): એમિલિયા પેરેઝ
  2. બેસ્ટ મોશન પિક્ચર (મ્યુઝિકલ ઓર કોમેડી): એમિલિયા પેરેઝ
  3. બેસ્ટ મોશન પિક્ચર (એનિમેટેડ): ફ્લો (Flow)
  4. સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચીવમેંટ: વિક્ડ (Wicked)
  5. બેસ્ટ એક્ટ્રેસ (ડ્રામા): ફર્નાન્ડા ટોરેસ (I am still here)
  6. બેસ્ટ એક્ટર (ડ્રામા): એડ્રિયન બ્રોડી (The Brutalist)
  7. બેસ્ટ એક્ટ્રેસ (મ્યુઝિકલ ઓર કોમેડી): ડેમી મૂર (The Substance)
  8. બેસ્ટ એક્ટર (મ્યુઝિકલ ઓર કોમેડી): સેબેસ્ટિયન સ્ટેન (The different man)
  9. બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): ઝો સાલ્ડાના (એમિલિયા પેરેઝ)
  10. બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ): કિરન કલ્કિન (A Real Pain)
  11. બેસ્ટ ડાયરેક્ટ: બ્રેડી કોર્બેટ (The Brutalist)
  12. બેસ્ટ સ્ક્રીનપ્લે (મોશન પિક્ચર): પીટર સ્ટ્રોગન (Conclave)
  13. બેસ્ટ ઓરીજીનલ સ્કોર (મોશન પિક્ચર): ટ્રેન્ટ રેઝનોર અને એટિકસ રોસ (Challenger)
  14. બેસ્ટ ઓરીજીનલ સોંગ (મોશન પિક્ચર): અલ માલ (એમિલિયા પેરેઝ)
  15. બેસ્ટ ટેલિવિઝન સિરીઝ (ડ્રામા): શોગુન
  16. બેસ્ટ ટેલિવિઝન સિરીઝ (મ્યુઝિકલ ઓર કોમેડી): હેક્સ
  17. બેસ્ટ લિમિટેડ સિરીઝ (એન્થોલોજી ઓર ટીવી મોશન પિક્ચર): બેબી રેન્ડીયર
  18. બેસ્ટ એક્ટ્રેસ (ટીવી પર્ફોર્મન્સ, ડ્રામા): અન્ના સવાઈ (શોગુન)
  19. બેસ્ટ એક્ટર (ટીવી પરફોર્મન્સ, ડ્રામા): હિરોયુકી સનાદા (શોગુન)
  20. બેસ્ટ એક્ટ્રેસ (ટીવી પર્ફોર્મન્સ, મ્યુઝિકલ ઓર કોમેડી): જીન સ્માર્ટ (હેક્સ)
  21. બેસ્ટ એક્ટર (ટીવી પરફોર્મન્સ, મ્યુઝિકલ ઓર કોમેડી): જેરેમી એલન વ્હાઇટ (ધ બેર)
  22. બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સિરીઝ, એન્થોલોજી સિરીઝ અને ફિલ્મ): જુડી ફોસ્ટર (‘ટ્રુ ડિટેક્ટિવ: નાઇટ કન્ટ્રી)
  23. બેસ્ટ એક્ટર (ટીવી સિરીઝ, એન્થોલોજી સિરીઝ ઓર ટીવી ફિલ્મ): કોલિન ફેરેલ (ધ પેંગ્વિન)
  24. બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટીંગ રોલ, ટીવી): જેસિકા ગનિંગ (બેબી રેન્ડીયર)
  25. બેસ્ટ એક્ટર (સપોર્ટીંગ રોલ, ટીવી): તાદાનોબુ આસાનો (શોગુન)
  26. બેસ્ટ પરફોર્મન્સ (સ્ટેન્ડ-અપ કોમેડી ઓર ટીવી): અલી વોંગ (અલી વોંગ: સિંગલ લેડી).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button