આવતીકાલે થિયેટરમાં ધૂમ મચાવશે 6 ફિલ્મ, જુઓ લિસ્ટ

Upcoming 6 Movie List: સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાના શોખીન લોકો શુક્રવારની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. જોકે, હવે તેમની આતૂરતાનો અંત આવવાનો છે. કારણ કે આ શુક્રવારે કોમેડી, થ્રિલર, એડવેન્ચર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં બોલીવુડ તથા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કુલ 6 ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મો કઈ કઈ છે? આવો જાણીએ.
રોમાન્સ અને ફેમિલી ડ્રામાના ચાહકો માટે ત્રણ ફિલ્મ
જો તમે ફેમિલી ડ્રામા ફિલ્મો પસંદ છે. તો તમારા માટે આ અઠવાડિયે ‘હીર એક્સપ્રેસ’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તમને દિવ્યા જુનેજા, પ્રીત કમાની, આશુતોષ રાણા અને ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળશે. ફેમિલી ડ્રામા બાદ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ પણ રિલીઝ થઈ રહીં છે. જેનું નામ ‘મનુ ક્યાં કરેગા’ છે. સંજય ત્રિપાઠીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તમને વ્યોમ યાદવ લીડ રોલમાં જોવા મળશે. તેની સાથે કુમુદ મિશ્રા, વિનય પાઠક અને સાચી બિન્દ્ર પણ જોવા મળશે. આ સિવાય રોમેન્સ ફિલ્મોની સિકવન્સમાં ‘લવ ઈન વિયતનામ’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ‘ટીકુ વેડ્સ શેરૂ’ની અભિનેત્રી અવનીત કૌર અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો અભિનેતા શાંતનું મહેશ્વરી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. રોમાન્ટિક ફિલ્મોના ચાહકોને આ ફિલ્મ પસંદ આવશે.
કોમેડી અને એડવેન્ચરથી ભરપૂર 3 ફિલ્મ
ફેમિલી ડ્રામા અને રોમેન્સની કેટેગરી સિવાય કોમેડી અને એડવેન્ચરથી ભરપૂર ફિલ્મો પણ રિલીઝ થઈ રહી છે. જેમાં પહેલું નામ ‘એક ચતુર નાર’ છે. આ એક કોમેડી ફિલ્મ છે, જેમાં દિવ્યા ખોસલા કુમાર અને નીલ નિતિન મુકેશ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. કોમેડી ફિલ્માના ચાહકો હવે આ ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.
આ મહિને મનોજ બાજપેયીની સતત બીજા શુક્રવારે બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગયા શુક્રવારે તેની ‘ઇન્સ્પેક્ટર જેંડે’ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. હવે આ શુક્રવારે તેઓ એક મેજિકલ-ડ્રામાં ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ ‘જુગનુમા’ છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી સિવાય પ્રિયંકા બોસ, દીપક ડોબરિયાલ અને હીરલ સિદ્ધુ જેવા સ્ટાર કલાકાર પણ જોવા મળશે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આ અઠવાડિયે સાયન્સ-ફિક્શન ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જેનું નામ ‘મિરાઈ’ છે. કાર્તિ ગટ્ટામનેની અને અનિલ આનંદે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં તેજા સજ્જા અને મંચૂ મનોજ લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર પરથી આ ફિલ્મ એડવેન્ચર અને એક્શનથી ભરપૂર લાગી રહી છે.
આપણ વાંચો: જેનાં મોતના દાવા થઈ રહ્યા હતા તે એક્ટ્રેસે મુંબઈમાં પાપારાઝીને આપ્યા બિન્દાસ્ત પોઝઃ જૂઓ વીડિયો