મનોરંજન
53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત; દિલજીત દોસાંઝ-ચમકીલા ચુકી ગયા, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી…

ન્યુ યોર્ક: ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ (IATAS) દ્વારા 53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ યોર્ક શહેરમાં એવોર્ડ્સ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેલી રીપા અને માર્ક કોન્સ્યુલોસ એવોર્ડ્સ સમારોહના હોસ્ટ રહ્યા હતાં.
16 કેટેગરીમાં વિશ્વભરની બેસ્ટ ટીવી ફિલ્મો અને ટીવીશોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ભારતીય ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. બેસ્ટ એક્ટર માટે દિલજીત દોસાંઝ અને બેસ્ટ ટીવી મૂવી/મિની-સિરીઝ માટે ફિલ્મને નોમીનેશન મળ્યું હતું, પરંતુ ફિલ્મ એક પણ એવોર્ડ જીતી શકી નહીં.
53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની વિજેતાઓની સંપૂર્ણ યાદી:
- આર્ટ્સ પ્રોગ્રામિંગ એવોર્ડ: રયુચી સાકામોટો (લાસ્ટ ડેયઝ)
- બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટ્રેસ: અન્ના મેક્સવેલ માર્ટિન (અન્ટિલ આઈ કિલ યુ)
- શ્રેષ્ઠ શોર્ટ-ફોર્મ સિરીઝ: ‘લા મેડિયાટ્રિસ’ (ધ મેડિએટર)
- એમીઝ ફોર કરન્ટ અફેર્સ: ‘ડિસ્પેચ્સ: કિલ ઝોન: ઇનસાઇડ ગાઝા’
- બેસ્ટ સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી: ‘ઇટ્સ ઓલ ઓવર: ધ કિસ ધેટ ચેન્જ્ડ ધ સ્પેનિશ ફૂટબોલ’
- ઇન્ટરનેશનલ એમી ફોર ન્યૂઝ: ‘ગાઝા, સર્ચ ફોર લાઇફ’
- બેસ્ટ ટીવી મૂવી/મિની-સિરીઝ: ‘લોસ્ટ બોય્ઝ એન્ડ ફેરીઝ’
- બેસ્ટ નોન-સ્ક્રિપ્ટેડ એન્ટરટેઇનમેન્ટ: ‘શાઓલિન ઇન હીરોઝ’
- બેસ્ટ કિડ્સ એનિમેશન: બ્લુય
- ઇન્ટરનેશનલ એમી ફોર કિડ્સ લાઇવ-એક્શન: ફોલન
- કિડ્સ: ફેક્ચ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ:’ઓન ફ્રિટ્ઝીઝ ટ્રેસિસ – વોટ વોઝ ઈટ લાઈક ઇન ધ જીડીઆર?’
- ઇન્ટરનેશનલ એમી ફોર કોમેડી: ‘લુડવિગ’
- બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટર: ઓરિઓલ પ્લાને ‘યો, એડિક્ટો’ (આઈ, એડિક્ટ) માટે
- ઇન્ટરનેશનલ એમી ફોર બેસ્ટ ડોક્યુમેન્ટરી: હેલ જમ્પર
- ઇન્ટરનેશનલ એમી ફોર ટેલિનોવેલા: ધ ગુડ એન્ડ ધ બેડ
- ઇન્ટરનેશનલ એમી ફોર ડ્રામા સિરીઝ: રાઈવલ્સ



