આ 10 અભિનેત્રીઓએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે, નંબર 5 એ તો અમિતાભ બચ્ચન સાથે બોલ્ડ ફિલ્મ કરી હતી

બોલીવુડની ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ભૂતકાળમાં બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હોય અને આજે બ્લોકબસ્ટર ફિલ્મો આપીને ટોચ પર પહોંચી છે. આ યાદીમાં એવી સુંદરીઓના નામ પણ સામેલ છે, જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. ચાલો જાણીએ આ ઉદ્યોગની 10 એવી અભિનેત્રીઓ વિશે જેમણે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો : મલાઈકા અરોરાની આટલી તસવીરો દિલ જીતી લેશે, જોઈ લો બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અંદાજ
નેહા ધૂપિયા
નેહા ધૂપિયાએ ‘જુલી’ અને ‘શીશા’ જેવી ફિલ્મો કરી છે. તેની બંને ફિલ્મો બી-ગ્રેડ કેટેગરીમાં આવે છે. જોકે, આ ફિલ્મો ફ્લોપ થઈ હતી.

મમતા કુલકર્ણી
નેવુંના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી, મમતા કુલકર્ણીએ તેના કરિયરમાં ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘બાઝી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મમતા કુલકર્ણીએ ફિલ્મ ‘ડિવાઇન ટેમ્પલ ખજુરાહો’માં બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી. આ એક બી-ગ્રેડ ફિલ્મ હતી.

કેટરિના કૈફ
કેટરિના કૈફનું નામ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. કેટરિનાએ પોતાના કરિયરમાં લગભગ 56 ફિલ્મ કરી છે. આમાંથી 18થી વધુ ફિલ્મો હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર રહી હતી. તમને જણાવી દઈએ કે કેટરિનાએ 2003માં ‘બૂમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ એક બી ગ્રેડ ફિલ્મ હતી. તેની સાથે અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, ઝીનત અમાન જેવા સ્ટાર્સ હતા.

અમીષા પટેલ
બોલીવુડમાં અનેક ફિલ્મોમાં અમીષા પટેલ કામ કરી ચૂકી છે. ખાસ કરીને ‘ગદર’ અને ‘કહો ના પ્યાર હૈ’માં અભિનય ક્ષમતા પુરવાર કરનાર અમીષા પટેલે બી-ગ્રેડ ફિલ્મો પણ કરી છે. સુપરહીટ ફિલ્મ આપ્યા પછી પણ ‘તૌબા તેરા જલવા’ ફિલ્મને લઈ લોકોની નારાજગીનો ભોગ બની હતી.

કાશ્મીરા શાહ
બોલીવુડની અન્ય અભિનેત્રી કાશ્મીરા શાહ પણ આ યાદીમાં સામેલ છે. કાશ્મીરાએ એક સમયે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અર્ચના પૂરણ સિંહ
અર્ચના પૂરણ સિંહ ટીવીથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મો કરી છે. 80 ના દાયકામાં, તેણે ઘણી નાના બજેટની બોલ્ડ એટલે કે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઈશા કોપ્પીકર અને રાખી સાવંત
ઈશા કોપ્પીકરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેણીએ પોતાની કારકિર્દીમાં એક વિવાહ ઐસા ભી, કૃષ્ણા કોટેજ, ક્યા કૂલ હૈ જેવી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ઈશાએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં, તે અભિનયથી દૂર છે. બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત પણ એવી અભિનેત્રીઓમાંની એક છે જે એક સમયે બી-ગ્રેડ ફિલ્મોનો ભાગ હતી.

શ્વેતા તિવારી
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ બોલીવુડ તેમ જ ભોજપુરી સિનેમામાં પણ કામ કર્યું છે, પરંતુ એક સમયે ખર્ચો કાઢવા માટે શ્વેતાએ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાનો વિકલ્પ પણ પસંદ કર્યો હતો. શ્વેતા તિવારીએ આબરા કા ડાબરા સહિત અનેક ટીવી ધારાવાહિકમાં કામ કર્યું હતું, જ્યારે શ્વેતાએ સિક્સ એક્સ નામની બી ગ્રેડ ફિલ્મમાં કામ કરીને નામ કમાવ્યું હતું.

દિશા વાકાણી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીએ પણ એક સમયે બોલ્ડ ફિલ્મો કરી છે. દિશાની બી-ગ્રેડ ફિલ્મોની ઘણી તસવીરો અને વીડિયો ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. અગાઉ દિશાએ 1997માં હિન્દી ફિલ્મ ‘કમસીનઃ ધ અનટચ’માં કામ કર્યું હતું.

પ્રીતિ ઝાંગિયાની
‘મોહબ્બતેં’થી દર્શકોમાં લોકપ્રિય થનાર અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પ્રીતિએ ‘હસીના: સ્માર્ટ, સેક્સી, ડેન્જરસ’ જેવી એક નહીં પણ ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
