ધર્મતેજનેશનલ

ઉત્તરાખંડમાં પહેલીવાર યોજાશે શીતકાલિન ચારધામ યાત્રા, 27 ડિસેમ્બરથી શંકરાચાર્ય કરશે શરૂઆત

દેવભૂમિ ઉત્તરાખંડમાં સૌપ્રથમવાર ઐતિહાસિક શીતકાલિન યાત્રાની શરૂઆત થવા જઇ રહી છે. સામાન્ય રીતે ચારધામ યાત્રાની શરૂઆત શિયાળો પૂરો થાય એ પછી થતી હોય છે, પરંતુ પહેલીવાર શિયાળાની ઋતુ દરમિયાન જ શીતકાલિન યાત્રા શરૂ થવા જઇ રહી છે. યાત્રાની શરૂઆત જગતગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ કરાવશે. શંકરાચાર્યના પ્રતિનિધિઓએ રવિવારે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે આ અંગે મુલાકાત કરીને ચર્ચા કરી હતી.

સીએમ ધામીએ તેમને ચારધામ યાત્રા અંગે શુભકામનાઓ પાઠવી હતી. આગામી 27 ડિસેમ્બરથી શીતકાલિન યાત્રાની શરૂઆત થશે, જેનું સમાપન 2 જાન્યુઆરીએ હરિદ્વારમાં થશે.

યાત્રાના આમંત્રણ માટે જ્યોતિર્મઠનું એક પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળ્યું હતું અને યાત્રાનું આમંત્રણપત્ર આપ્યું હતું. આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા અઢી હજાર વર્ષ પહેલા સ્થાપિત પરંપરાઓનું નિર્વહન કરતા જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય શીતકાલિન પૂજા સ્થળોની તીર્થયાત્રા કરી રહ્યા છે. શંકરાચાર્યની પરંપરાઓના ઇતિહાસમાં આ પહેલો અવસર છે કે જેમાં જ્યોતિષ્પીઠના આચાર્ય દ્વારા ઉત્તરાખંડ સ્થિત ચાર ધામોના પૂજાસ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ યાત્રાનું સમાપન 2 જાન્યુઆરીએ હરિદ્વારમાં થશે.

આ એક ઐતિહાસિક પહેલ છે. પહેલીવાર કોઇ શંકરાચાર્ય આ પ્રકારની યાત્રા કરી રહ્યા છે. સામાન્ય માન્યતા એ છે કે શીતકાલના 6 મહિના દરમિયાન ઉત્તરાખંડના ચારેય ધામોની જવાબદારી દેવતાઓને સોંપી દેવામાં આવે છે અને તે સ્થાનો પર પ્રતિષ્ઠિત ચલ મૂર્તિઓને શીતકાલિન પૂજાસ્થળોમાં વિધિ-વિધાન સાથે બિરાજમાન કરી દેવામાં આવે છે. આ સ્થળો પર 6 મહિના સુધી પૂજાપાઠ પારંપરિક પૂજારી જ કરે છે, જો કે સામાન્ય લોકોમાં એવી ધારણા રહે છે કે હવે 6 મહિના સુધી કપાટ બંધ હોવાને કારણે દેવતાઓના દર્શન પણ દુર્લભ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button