જાગો રે સહુના આતમ રામ.. | મુંબઈ સમાચાર
ધર્મતેજ

જાગો રે સહુના આતમ રામ..

  • અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

અત્યારે સમગ્ર વિશ્વની માનવ જાત એવા સમયગાળામાંથી પસાર થઈ રહી છે કે જેમાં ચારે ચાર જુગનો અનુભવ થતો રહે. કોઈપણ મનુષ્ય પોતાના જીવનકાળમાં જ સત્યયુગ, દ્વાપર યુગ,ત્રેતાયુગ અને કળિયુગનો અનુભવ કરી શકે એવો સંધિકાળ ચાલી રહ્યો છે જેમાં આપણી પાચીન પરંપરાઓનું અનુસંધાન પણ જળવાતું હોય અને અર્વાચીન- અદ્યતન પવાહોથી પણ વાકેફ હોય. છેલ્લા દસકામાં કેટલાક વૈજ્ઞાનિક આવિષ્કારોને કારણે મનુષ્યજીવન અતિ સુખ સુવિધાભર્યું બન્યું છે. હાથમાં ઈન્ટરનેટ કનેકશન સાથેનો આઈફોન કે સ્માર્ટફોન 60 ટકા જેટલી પજા પાસે પહોંચ્યો છે. જે ઘરમાં બેસીને કે જંગલમાં ફરતાં ફરતાં જગતના ખૂણે ખૂણા સુધી લાઈવ પસારણ કે મોઢામોઢ વાત કરી શકે છે. સંસારમાં જીવનમાં ક્ષ્ાણેક્ષ્ાણે અવનવાં પરિવર્તનો આવતાં રહે છે ત્યારે કાં તો જે ધર્મ, ભક્તિ, અધ્યાત્મ, દાનવીરતા, શૌર્ય, સેવામાં જે રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ગોરખ, કબીર, નરસિંહ, મીરાંની જેમ સૌથી ટોચ પર પહોંચી શક્યા હોય અથવા તો જે હિરણ્યકશિપુ, રાવણ, કંસ, દુર્યોધન જેવું નિમ્નતર કક્ષાનું જીવતર જીવતા હોય એની સંસાર પર સારી કે નરસી છાપ કાયમ અંકિત થતી રહે છે.

વચલા વાંઘાના કહીએ એનું કોઈ જ સ્થાન સમયના કે સંસારના ઈતિહાસમાં ક્યારેય હોતું નથી. એની સાથોસાથ `સમય સમય બલવાન હે, નહીં પુરૂષ્ બલવાન, કાબે અર્જુન લૂંટિયો, એહિ ધનુષ એહિ બાન.’ જેવી પંક્તિઓ પણ કાળદેવતાની લીલા માટે ગવાતી રહે છે. સમયની રેત પર એના જ હસ્તાક્ષર ટકી રહે છે-શાશ્વત રહે છે જે જગતથી જુદેરૂં જીવતર જીવી ગયા હોય, જે પોતાની આગવી કેડી કંડારી ગયા હોય, જે પોતાના અંગત સ્વાર્થ માટે ન જીવ્યા હોય પણ સમસ્ત માનવ જાતના કલ્યાણ માટે જીવન સાધના કરી ગયા હોય.

દરેક વ્યક્તિના જીવનમાં કોઈપણ વ્યક્તિ, વિષ્ાય, જીવનવિચાર કે સ્થાન વિશેની ઉચ્ચાવચતા બદલાતી રહેતી હોય છે. આજે એક વ્યક્તિનું કે વિષ્ાયનું મહત્ત્વ સર્વાધિક હોય પણ સમય બદલાયે એ તન ગૌણ બની જાય. એની પાછળ વ્યક્તિના પોતાનાં સ્વાર્થ, લાલચ,ગમા-અણગમા, ઈર્ષ્યા, અદેખાઈ જેવાં અનેક તત્ત્વો કામ કરતા હોય. ક્યારે, કોને, કેટલું મહત્ત્વ આપવું? કોને પાધાન્ય આપવું? કોને તરછોડવા? કોને અપનાવવા? કોના પત્યે દંભ કે દેખાડો કરીને પણ ખોટા આદર-માન આપી વખાણ કરવા… આ બધી લુચ્ચાઈ પૂર્વકની ગણતરીઓમાં જ આજનો મનુષ્ય અટવાતો રહે છે. એક સમયે જે પોતાના જીવનનો આધાર હોય, જીવનનો આદર્શ હોય, જેણે આ સમાજમાં પોતાને સ્થાન-માન યશ અપાવ્યાં હોય તેને જ એ બધી પાપ્તિ પછી તુચ્છ ગણીને એની અવહેલના કરવી એ આજના મનુષ્યનું ધ્યેય બની ગયું હોય એમ લાગે છે. નીસરણીના પહેલા પગથિયાંનું મૂલ્ય શું છે એ અગાશી પર પહોંચીને વિરાટ વિશ્વ નિરખનાર જોે ભૂલી જાય તો એની દશા ત્રિશંકુ જેવી થઈ જાય, પણ એ અત્યારે યાદ નથી આવતું.

ભારતીય ચિંતનધારામાં તો ૠણસ્વીકારને સૌથી મોટો ગુણ ગણવામાં આવે છે. હમને ઉસકા અનાજ ખાયા..’ એમ કહીને સાવ અજાણ્યાની વહારે ચડીને શહાદત વોરના2ી એક પેઢી ધીરે ધીરે નામશેષ્ા થઈ 2હી છે. તો લોકજીવનમાંકાંટો કાઢ્યાનો ગણ કોઈ દિ’ ભૂલાય નહીં…’ એવાં વાક્યો પણ સાંભળવા મળે મળે પણ આચરણમાં નહીં.

પોતાની જાત વિશે, પોતાના અભ્યાસ, જાણકારી કે જ્ઞાન વિશે અતિમૂલ્યાંકનમાં રાચતા આજના યુવાનો જાહેર પચાર-પસારનાં માધ્યમોમાં મળતી વાહવાહોને કારણે પોતાને સિદ્ધહસ્ત સર્જક માનવા લાગે ત્યારે બે ઘડી પાછા વળીને જોવાનો- આપણી સમૃદ્ધ-દિવ્ય-ભવ્ય-પવિત્ર પરંપરાનો ઈતિહાસ જાણવાનો પયાસ એમણે કરવો જોઈએ એવી વિનંતિ કરવાની ઈચ્છા થઈ આવે છે. બે ઘડી એની પીઠ થાબડનારા ટોળાંને તો કશી જ પરવા નથી હોતી. આ સમગ્ર જગતની અબજોની વસતિ કે ભારતના કરોડોની વસતિમાંથી આપણને બે-પાંચ હજાર માણસો નામથી ઓળખતા હોય એથી બહુ હરખાઈ જવાની જરૂર નથી, એમાંથી કેટલાની સાથે આપણો આત્મિય-નિર્મળ- નિસ્વાર્થ-નિર્ભેળ સ્નેહ સંબંધ છે એનું મહત્ત્વ જાણી લેવું જોઈએ. પાંચ-પચીસ વ્યક્તિ આપણા વખાણ કરે કે તુરત જ `હું હોઉં તો હોઉં…’ એવી ભ્રમણાનો શિકા2 બની જતાં વાર નથી લાગતી. ને પછી તો એ માન્યતાને પંપાળનારાનો તોટો નથી હોતો. કારણ કે એવી વ્યક્તિઓને પોતાના સ્વાર્થ માટે – એક સાધન તરીકે આપણો ઉપયોગ કરવાની નેમ હોય છે.

આજના સરેરાશ મનુષ્યનું જીવન સતત તાણમાં રહેતું હોય એવું અનુભવાય છે. સમાચા2પત્રો, ટીવી, રેડિયો, મોબાઈલ-ફોન, કોમ્પ્યુટર-નેટ અને પચાર-પસારના સામાજિક માધ્યમોમાંથી જોવા- સાંભળવા-વાંચવા મળતી બહુધા સામગ્રી તો એ તાણને વધારવાની કોશીશ કરતી હોય એવું જ લાગે. સોશ્યલ મીડિયાએ એવું અને એટલું આકમણ આપણા દૈનિક જીવતર પર ર્ક્યું છે કે સવારમાં આંખ ખૂલે કે આપણા ચિત્તનો કબજો લઈ લે. ને છેક મોડી રાત્રિ સુધી એ આપણા પર સવાર થયેલું હોય. આવા સમયમાં મનની તાણ હળવી કરવા સાહિત્ય, સંગીત, કલા કે અધ્યાત્મ સત્સંગ-ધ્યાન-સાધના જેવા ક્ષ્ોત્રો આપણે ત્યાં હોવા છતાં અનેક માનવી પોતાની હતાશા કે નિરાશા ખંખેરવા એ દિશા તરફ ધ્યાન પણ નથી આપી શક્તા. એનું કારણ છે આપણો સંબંધ આપણા સંતોના અને ભક્તોના સાહિત્ય સાથે નથી રહ્યો. સમગ્ર વિશ્વનું સંચાલન કરનારા પરમાત્મા પત્યે અતૂટ વિશ્વાસ નથી જાગ્યો. અને શરણાગતિ જેવી કોઈ ભૂમિકાને આપણે નથી જાણતા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા વટાવીને શ્રદ્ધાને નામે એક વ્્યક્તિ ઊંંચા અવાજે જાહેરમાં કે સમૂહ માધ્યમોમાં પોતાના અંગત સ્વાર્ર્થ કે અહંકારવશ સાચો-ખોટો અભિપાય વ્્યક્ત કરે એટલે એની પાછળ લોકોનો મોટો સમુદાય ઘેટાંનું ટોળું થઈ હા જી હા કરવા, આંખે પાટા બાંધીને જયજયકાર કરવા નીકળી પડે, ધર્મના નામે, પંથ-સંપદાયના નામે, પદેશ, ભાષ્ાા, વિચારધારા, પક્ષ્ા, જ્ઞાતિ-જાતિના નામે ચોક્ક્સ એજન્ડા લઈને એજન્સીઓના પચાર-પસારની જાળમાં કહેવાતા બૌધિકો પણ ફસાતા રહે છે ત્યારે વ્યક્તિગત ચિંતન અને સામુહિક ચિંતન વચ્ચેની ખાઈ વિસ્તરતી રહે, જગતભરની માનવજાતિમાંથી સંતુલન-સમતોલનનો ગુણ ઓછો થતો જાય છે એવું સતત અનુભવાય છે……

આપણ વાંચો:  ધાર્મિક ક્રિયાઓમાં નિ:સ્વાર્થભાવ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button