ધર્મતેજનેશનલરાશિફળ

આજનું રાશિફળ (03-01-24): મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને મળશે આજે મોટી મોટી Opportunity

મેષઃ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બિઝનેસમાં લાભદાયી રહેવાનો છે, પરંતુ એની સાતે સાથે સાથે આજે કોઈ પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળો, નહીંતર તમારી સાથે છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમારી ઘર, મકાન વગેરે ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. પરિવારનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે. લાંબા સમયથી તમારું કોઈ કામ પેન્ડિંગ હોય તો આજે એ પૂરું થવાની પૂરેપૂરી શક્યતા છે.

વૃષભઃ

આ રાશિના લોકો માટે આજનો દિવસ એકદમ ખળભળાટથી ભરપૂર રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો. તમે તેને મજબૂત કરવા માટે કેટલાક પ્રયાસો કરી શકો છો, પરંતુ તમારે કોઈપણ વિવાદથી દૂર રહેવું જોઈએ, નહીં તો તે કાયદેસર બની શકે છે. તમારો કોઈ મિત્ર તમારી મીઠી વાતોથી તમને લલચાવવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી તેની સલાહ મુજબ કોઈ મોટું રોકાણ ન કરો. કામના સ્થળે આજે તમારી કોઈ ભૂલ લોકોની સામે આવી શકે છે.

મિથુનઃ

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક ફાયદાનો સંકેત આપી રહ્યા છે. પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. જો તમે લાંબા અંતરની મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આજે તેને થોડો સમય માટે મુલતવી રાખો. પરિવારમાં આજે તમે કોઈને કોઈ સલાહ આપો છો તો લોકો ચોક્કસ તેના પર અમલ કરશે. કામના સ્થળે તમને બઢતી મળે એવા યોગ છે. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. લગ્નજીવવમાં આવી રહેલા અવરોધો દૂર થઈ રહ્યા છે.

કર્કઃ

ભાગીદારીમાં અમુક કામ કરવા માટે કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જીવનસાથી સાથે થોડો અણબનાવ જોવા મળી શકે છે અને તેમની હરકત તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. આજે પરિવાર કે મિત્રો સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવશો. આજે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓને અવગણશો નહીં. તમારું વાહન અચાનક બગડવાને કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. બેંકિંગ સાથે સંકળાયેલા લોકો આજે રોકાણ સંબંધિત બાબતો પર વિશેષ ધ્યાન આપશે.

સિંહઃ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા પર જવા માટે એકદમ અનુકૂળ છે. પરિવારમાં નામકરણ, લગ્ન કે અન્ય કોઈ સારા પ્રસંગોનું આયોજન થઈ શકે છે. મિત્રો સાથે તમારા મનની વાત શેર કરી શકો છો. કોઈ કાયદાકીય કેસ ચાલી રહ્યો હોય તો એમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આજે કોઈનું વાહન માંગીને ચલાવશો નહીં, નહીંતર અકસ્માત થવાની શક્યતા છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો નહીંતર તે ખોટી સંગતમાં ફસાઈને અવળે રસ્તે ચડી શકે છે.

કન્યાઃ

આ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેવાનો છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યની સંબંધિત સમસ્યાની અવગણના ન કરવી જોઈએ. સમાજસેવાની પ્રવૃત્તિઓ તરફ ખૂબ જ ધ્યાન આપો, નહીંતર સમસ્યા ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથી પણ તમારા આ વર્તનથી પરેશાન રહેશે. તમે તેને બદલતા નથી. તમારે તમારા કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો, પરંતુ તેની સાથે તમારે તમારા કામ પર પણ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમારા કામમાં વિલંબ કે અવરોધ આવી શકે છે.

તુલાઃ

તુલા રાશિના બિઝનેસ સાથે કનેક્ટેડ લોકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. આજે કોઈ ખાસ કામના કારણે તમારે પ્રવાસ પર જવું પડી શકે છે. નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો આજે તમારે એમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, નહીંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને થોડા સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે કામ માટે અચાનક ટૂર પર જવું પડશે. ભાઈ-બહેનો સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હશે તો તેનું નિરાકરણ આવશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનોછે. આજે તમે કોઈ સારા અને શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. આજે કોઈને પણ ગેરમાર્ગે દોરશો નહીં. ભાગીદારીમાં કોઈ પણ કામ કરવાનું ટાળો. વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. પરિવારના કોઈ સભ્યની તબિયત બગડતી હશે તો તે દૂર થઈ જશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમારો કોઈ મિત્ર આજે તમને રોકાણ સંબંધિત સલાહ આપી શકે છે.

ધનઃ

આ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ઈમેજ આજે સુધરતી જણાઈ રહી છે. વેપારી વર્ગ આજે કોઈ નવું કામ કરવાની યોજના બનાવી શકે છે. માતા-પિતાના આશીર્વાદથી આજે તમારું કોઈ અટકેલું કામ પૂરું થઈ રહ્યું છે. આજે સંતાન માટે નવું વાહન ખરીદી શકો છો. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે થોડું અંતર હતું, તો તે પણ દૂર થઈ જશે. જો તમે કોઈ લોન લીધી હોય, તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવામાં સફળ થશો. શેરબજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે.

મકરઃ

મકર રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે, કારણ કે તમે કોઈ જોખમ લેવાનું વિચારી રહ્યા છો અને એને કારણે તમને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થીઓએ આજે કોઈ નવા સંશોધનમાં ભાગ લઈ શકે છે. કામ માટે કોઈ ટૂંકી યાત્રા પર જવું પડી શકે છે. તમારા વિરોધીઓ તમને થોડા પરેશાન કરી શકે છે પણ તમારે એમનો સામનો કરવો પડશે. સંતાનો સાથે આજે આનંદમાં થોડો સમય પસાર કરશો, જેને કારણે મન થોડી હળવાશ અનુભવશે.

કુંભઃ

કુંભ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે તમારી છબિ જાળવી રાખવા માટે પૂરતા પ્રયાસ કરવા પડશે. લાંબા અંતરની મુસાફરી પર જવાનું વિચારી રહ્યા હોવ તો ખૂબ જ સાવધાનીપૂર્વક એમાં આગળ વધો, નહીંતર સમસ્યા વધી શકે છે. પરિવારના સભ્યની તબિયત બગડતાં તમારે ખૂબ જ ભાગદોડ કરવી પડશે. આજે વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે, પણ તમે એમનો સામનો ચતુરાઈથી કરી શકશો.

મીનઃ

મીન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થવાનો છે. જો તમે બિઝનેસમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો આજે એ કરવા માટે અનુકૂળ દિવસ છે. પૂજા-અર્ચના અને અધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ એકદમ અનુકૂળ છે. વિદ્યાર્થીઓ આજે કેટલીક સ્પર્ધામાં ભાગ લેશે જેને કારણે અભ્યાસમાં તેમની રૂચિ વધશે. આજે રોકાણ કરતી વખતે ખાસ સાવધાની રાખો, કારણ કે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button