ધર્મતેજનેશનલરાશિફળ

આજનું રાશિફળ (03-12-23): મેષ અને મિથુન રાશિના લોકોના અટકી પડેલાં કામો આજે થશે પૂરા, જુઓ બાકીના રાશિના શું છે હાલ….


મેષઃ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભાગીદારીમાં કામ કરવા માટે સારો રહેવાનો છે. આજે તમારે અજાણ્યા લોકોથી ખાસ અંતર જાળવીને ચાલવું પડશે. સંતાનો તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખવું તમારા માટે સારું રહેશે. તમારા કોઈપણ પેન્ડિંગ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જે તમને ખુશ કરશે. તમને જૂની ભૂલનો પસ્તાવો થશે. તમારી કોઈપણ ભૂલ તમારા પરિવારના સભ્યોને જાહેર થઈ શકે છે. આજે તમારે તમારા વિરોધીઓથી ખાસ સાવધ રહેવાની જરૂર છે.

વૃષભઃ

આ રાશિના લોકો માટે આજનો દિવસ સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. તમને લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે અને રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે. તમે કેટલાક સારા સમાચાર અન્ય લોકો સાથે શેર કરશો, પરંતુ તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીં તો તમે ખોટો નિર્ણય લઈ શકો છો. પ્રોપર્ટી સંબંધિત રોકાણ કરતા પહેલા તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી પડશે. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. જે તમારી ખુશીનું કારણ બની જશે.

મિથુનઃ

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી સાબિત થવાનો છે. તમારા પરિવારમાં કોઈ શુભ અને સારા પ્રસંગનું આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દા પર તમારો વિવાદ થઈ શકે છે. તમારું મનોબળ ઊંચું રહેશે, જેના કારણે તમે કોઈપણ કાર્ય કરવામાં સંકોચ અનુભવશો નહીં. તમારા કોઈપણ બાકી સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. તમારે તમારી ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે ડિનર ડેટ પર જવાનો પ્લાન બનાવી શકે છે. મિત્રો તરફથી આજે સંપૂર્ણ સાથ અને સહકાર મળી શકે છે.

કર્કઃ

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ લઈને આવવાનો છે. સર્જનાત્મક પ્રયાસોમાં આજે તમારો રસ વધશે. આજે કોઈને પણ આપેલું વચન સમયસર પૂરું કરવું પડશે. તમે તમારી જવાબદારીઓનું પાલન કરશો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તો તમે તેને શરૂ કરી શકો છો. તમને કોઈ મોટી સફળતા મળશે. તમે તમારા આવક અને ખર્ચ માટે જો બજેટ બનાવીને આગળ વધશો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવું વાહન કે ઘર ખરીદવાનું સપનું આજે પૂરું થઈ શકે છે.

સિંહઃ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. ધર્માદાના કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમારે કોઈપણ કાયદાકીય મામલામાં સાવધાની રાખવી પડશે, નહીંતર કોઈ ભૂલ થઈ શકે છે. તમારે તમારી માતાને આપેલા કોઈપણ વચનને સમયસર પૂર્ણ કરવું જોઈએ, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. વ્યવસાયમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. જો વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે તો તેમાં ચોક્કસ સફળતા મળશે.

કન્યાઃ

કન્યા રાશિના લોકો માટે આજનો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવનારો સાબિત થઈ શકે છે. આજે તમારા કામમાં સુધારો જોવા મળશે. લેવડ-દેવડની બાબતમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે. તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્ય સંબંધિત કેટલીક યોજનાઓ વિશે ચર્ચા કરી શકો છો. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. આજે તમારા કેટલાક કામ અધૂરા રહેશે, જેને કારણે તમારું મન વિચલિત થઈ શકે છે.

તુલાઃ

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરનારો સાબિત થઈ શકે છે. જો આજે કોઈ વિવાદમાં ફસાઈ જશો તો તેમાંથી બહાર નીકળવા તમારે વરિષ્ઠોની મદદ લેવી પડશે. મહત્વપૂર્ણ પ્રયાસો તમારા પક્ષમાં રહેશે અને તમે તમારા વરિષ્ઠોને મળશો. તમારે નફાની નાની તકો ઓળખવી પડશે અને તેના પર કાર્ય કરવું પડશે, તો જ તમે સારો નફો કમાઈ શકશો. પરિવારમાં કોઈને તમારી વાત ખરાબ લાગી શકે છે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક બોલો. આજે કોઈને પણ માગ્યા વિના સલાહ આપવાનું ટાળો, નહીંતર મુશ્કેલી મળી શકે છે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યની દૃષ્ટિએ સારો રહેવાનો છે. જો તમે આજે તમારા ભાઈ-બહેન પાસેથી મદદ માગશો તો તમને તે સરળતાથી મળી જશે. જો કામના સ્થળે પર કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અને તમારી દિનચર્યા જાળવી શકો છો, અન્યથા તેમાં કોઈ ભૂલ થઈ શકે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી, તમારા વ્યવસાય સંબંધિત કોઈપણ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો તમે આજે કોઈ પાસે પૈસા ઉધાર લેશો તો આજે તેને ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.
ધનઃ

ધન રાશિના લોકો માટે આજનો દિવસ જોખમી કામ કરવાથી બચવા માટેનો રહેશે. આજે આ રાશિના લોકોએ કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે તમારા પરિવારના કોઈ સભ્ય પાસેથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય, તો તમારે તે પરત કરવા પડશે. તમને પરિવારના લોકોનો સહયોગ મળશે. જો તમને લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા સતાવી રહી હતી તો આજે એના તરફ પૂરતું ધ્યાન આપો.

મકરઃ

મકર રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે થોડો નબળો રહી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ અને સુખ-સમૃદ્ધિનું આગમ થશે. આજે તમે તમારા કામને ઝડપથી પૂરા કરવાનો પ્રયાસો કરશો. અંગદ બાબતમાં આજે તમે સંવેદનશીલતા અનુભવશો. ખાણી-પીણી પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી તો એના માટે તેમણે શિક્ષક સાથે વાત કરવી પડશે. કામના સ્થળે તમને તમારી મહેનતનું પરિણામ મળશે.

કુંભઃ

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે અને આજે કોઈની પણ પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો. પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાદવિવાદમાં પડશો, નહીં નહીંતર મુસીબત વહોરી લેશો. સંતાનની કારકિર્દી અંગે આજે કોઈ પણ મોટો નિર્ણય લેશો. વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ આજે મોકળો થઈ શકે છે. કામકાજમાં આજે બેદરકારી દેખાડવાનું ટાળો. વિરોધીઓ આજે તમને પરેશાન કરી શકે છે. લાંબા અંતરની યાત્રા પર જવાનો મોકો મળશે.

મીનઃ

મીન રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ. આજે આર્થિક બાબતોમાં કોઈ પર પણ વિશ્વાસ રાખવાથી તમને નુકસાન થઈ શકે છે. કામના સ્થળે આજે તમે સારું પ્રદર્શન કરશો. આજે તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળશે. સમજદારી અને વિચારીને લીધેલા નિર્ણયોને કારણે આજે તમને ફાયદો થઈ શકે છે. વડીલો સાથે માન-સન્માનપૂર્વક જ વર્તન કરો. આજે કોઈને પણ કોઈ વચન આપવામાં ઉતાવળ કરવાનું ટાળો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button