મેષઃ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે અમુક વાતો ખૂબ જ ગુપ્ત રાખવી પડશે, નહીંતર તમારા મિત્રને કારણે આ વાતો પરિવાર સામે આવી શકે છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નવી નોકરી શોધી રહેલાં લોકોને આજે નવી નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત રહેશે, પરંતુ તેમ છતાં મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશે. આજે તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે જેમનાથી તમારે સાવધ રહેવાની જરૂર છે.
વૃષભઃ
વૃષભ રાશિના લોકોએ આજે વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમારે કોઈની પણ પાસેથી ઉધાર લેવાનું ટાળવું જોઈએ. આજે કોઈને પણ કોઈ એવી વાત ના કહેશો કે જેને કારણે તેમને ખરાબ લાગે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. આજે કોઈ પણ કામ પૂરું કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. પરિવારમાં પ્રોપર્ટી સંબંધિત કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે.
મિથુન:
આજનો દિવસ મિથુન રાશિના લોકો માટે સમસ્યાઓ લઈને આવી રહ્યો છે. પરિવારમાં ચાલી હેલી કોઈ સમસ્યાને કારણે આજે તમે તણાવ અનુભવશો. કોઈપણ મોટા નિર્ણય લેવાનું ટાળો. સંતાન સાથે વાત-ચીત કરીને આજે તમે થોડો સમય પસાર કરશો, જેને કારણે માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યા આવશે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું પડશે. આજે કોઈની પણ પાસેથી ઉધાર લેવાનું ટાળો.
કર્કઃ
આજનો દિવસ તમારા માટે ભાગીદારીમાં કેટલાક કામ શરૂ કરવા માટે રહેશે, જે લોકો રાજકારણમાં કામ કરી રહ્યા છે તેઓને કેટલાક ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકો થોડા સમય માટે તેમની જૂની નોકરીને વળગી રહેવું વધુ સારું રહેશે. કોઈની વાતથી પ્રભાવિત ન થાઓ, નહીં તો તે તમને ખોટી સલાહ આપી શકે છે.
સિંહઃ
પૈસા સંબંધિત બાબતોમાં આજે સિંહ રાશિના લોકોને સારો એવો લાભ થઈ રહ્યો છે. શેર બજારમાં રોકાણ કરતાં કે કામ કરતાં લોકોએ આજે ખાસ સાવધ રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિ વિશે ચિંતા ન કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસને લગતા કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે, તો જ તેમને સફળતા મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધ રહો. કોઈપણ મુદ્દા પર વરિષ્ઠ સભ્યો સાથે બિનજરૂરી ઝઘડામાં ન પડવું જોઈએ.
કન્યાઃ
કન્યા રાશિના લોકોને આજનો દિવસ નવા સંપર્કોથી લાભ કરાવી રહ્યો છે. આજે તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળશે. તમારે તમારી વર્તણૂકનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીંતર કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમે આજે કોઈને કોઈ સલાહ આપશો તો તે ચોક્કસપણે તેના પર અમલ કરશે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. લેવડ-દેવડમાં આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળો, કારણ કે નહીંતર મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવશે.
તુલાઃ
તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. કોઈ સભ્યના લગ્નમાં આવી રહેલો અવરોધ દૂર થશે, જેને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. નાના બાળકો તમારી સાથે મસ્તી કરતા જોવા મળશે. લાંબા સમયથી અટવાયેલા ધંધાકીય કામ આજે પૂરા થઈ શકે છે. તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જો તમારી પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધો આવતા હશે તો તે પણ દૂર થશે. આજે તમે તમારી સમસ્યા વિશે ભાઈ-બહેન સાથે વાત કરી શકશો.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડી મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. આજે ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. નવા વર્ષમાં તમે તમારા મિત્રો સાથે પાર્ટીમાં મજા માણી શકો છો. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જ્યારે તમને તમારા પેન્ડિંગ પૈસા મળશે ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે ઘણો ખર્ચ કરશો, પરંતુ માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે પ્રમોશન મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
ધનઃ
આ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થશે. તમે પરિવાર સાથે આજે કેટલીક આનંદની ક્ષણો પસાર કરશો. પરિવારમાં કોઈ ઉજવણીનું આયોજન થઈ શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહ્યો હોય તેવું લાગે છે. બિઝનેસ પ્લાન પૂર્ણ કરવા માટે તમે પ્રવાસ પર જઈ શકો છો. તમારી કોઈપણ મિલકત સાથે વ્યવહાર કરતી વખતે, તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે, જેમાં તમારે બિલકુલ આરામ ન કરવો જોઈએ. ચાલુ થયેલું નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે.
મકરઃ
મકર રાશિના લોકો માટે આજો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. વધારે પડતાં કામને કારણે આજે તમને તમારા કામ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે છે. આજે તમારે તમારી કિંમતી અને મૂલ્યવાન વસ્તુઓનું ખાસ ખ્યાલ રાખવું પડશે, નહીંતર તે ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પરિવારના કોઈ સભ્યને આજે નવી નોકરી મળી શકે છે, જેને કારણે વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. આજે કોઈ પણ કામ નસીબના જોરે છોડવાનું ટાળો, નહીંતર તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
કુંભઃ
કુંભ રાશિના લોકો માટે આજે દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યો સાથે કેટલીક જૂની યાદો તાજી કરશો. આજે તમે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરશો. અપરિણીત લોકોની પાર્ટનરની શોધ પૂરી થઈ રહી છે, કારણ કે તમને કોઈ એવું મળી શકે છે જે તમને ખૂબ જ પ્રેમ કરશે. જૂના રોકાણને કારણે આજે નફો થતો જણાઈ રહ્યો છે. પારિવારિક મતભેદ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે બિઝનેસની કેટલીક વાતોને લઈને તમે થોડા ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં તેમના વરિષ્ઠની મદદ લેવી પડી શકે એમ છે.
મીનઃ
મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થવાનો છે, આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી કોઈ ગિફ્ટ્સ મળી શરકે છે. તમે તમારા જીવનસાથી પ્રત્યે સમર્પિત રહેશો. આજે વેપારમાં કોઈની પણ સાથે ભાગીદાકી કરવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ઓનલાઈન કામ કરીને પૈસા કમાતા લોકોએ આજે ખાસ સાવધ રહેવાની જરૂર છે, નહીંતર ચિટિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે.