
હિંદુ નવુ વર્ષ શરૂ થઈ ગયું છે અને અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ પણ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. અગાઉ પણ તમને કહ્યું હતું એમ 2023ના વર્ષના અંતમાં અને 2024ની શરૂઆતમાં જ ગ્રહોની મોટી હિલચાલ થવા જઈ રહી છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.
2024ની શરૂઆતમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર સહિત અનેક ગ્રહો એ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં ન્યાયના, કર્મના દેવતા શનિ બિરાજમાન છે. શનિ 2024માં 30મી જૂનથી 15મી નવેમ્બર, 2024 સુધી વક્રી રહેશે.
શનિની આ વક્રી અવસ્થાની તમામ રાશિ પર વિપરીત અસર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે 2024નું વર્ષ ખુશીઓનું બમ્પર હેમ્પર લઈને આવી રહ્યું છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ રાશિઓ…
મેષ:

સૌથી પહેલી રાશિ છે મેષ. મેષ રાશિ માટે 2024નું વર્ષ અપરંપાર ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ લઈને આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને આકસ્મિક આર્થિક લાભ થઈ રહ્યો છે. જીવનમાં મહત્ત્વના અને સકારાત્મક પરિવર્તન આવી શકે છે. નોકરી કરતાં લોકોને ટ્રાન્સફર કે પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સિંહઃ

આ રાશિનમા લોકો માટે વર્ષ 2024માં શનિની સ્થિતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકો માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને બાજુ ખૂબ જ લાભદાયી સાબિથ થઈ રહ્યો છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરી કરતાં લોકોને તેમની પ્રતિભા અને ક્ષમતા દર્શાવવાની તક મળી શકે છે.
મકરઃ

મકર રાશિના લોકો માટે પણ 2024નું વર્ષ શુભ અને સારા પરિણામ લઈને આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જો કોઈ પૈતૃક સંપત્તિનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એમાં તમારા તરફેણમાં વાતો થશે. વેપારીઓ, નોકરી કરનારા લોકોને આ સમયગાળા દરમિયાન સફળતા અને પ્રગતિ થઈ થશે. સંતાનો તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.