જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયા મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની મેષથી લઈને મીન રાશિ સુધીની તમામ રાશિ પર અસર જોવા મળે છે. 2023ના અંતિમ મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ સહિત સૂર્ય, મંગળની સાથે પાંચ અન્ય ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. પરિણામે 2024ની શરૂઆત ઘણા શુભ સંયોગથી થઈ રહી હોવાનું અનુમાન એક જાણીતા જ્યોતિષીએ લગાવ્યું છે.
25મી નવેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ ધન રાશિમાં ગોચર કરી ચુક્યા છે. હવે 14મી ડિસેમ્બરે બુધ ધન રાશિમાં વક્રી થશે ત્યારબાદ ફરી એક વખત 28મી ડિસેમ્બરના બુધ ધન રાશિમાંથી ગોચર કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં બુધની બે વખત ચાલ બદલવાને કારણે મેષ, મકર સહિત 4 રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થવા જઈ રહી છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ…
મેષઃ
મેષ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનામાં બે વખત બુધ ગ્રહનું ગોચર શુભ ફળ પ્રદાન કરવા જઈ રહ્યું છે. આ રાશિના નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળી રહ્યું છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થતી જણાઈ રહી છે. દરેક કામમાં સફળતા મળી રહી છે.
મિથુનઃ
વર્ષ 2023ના છેલ્લા મહિનામાં બુધના ગોચરથી મહાધન યોગનું નિર્માણ થશે અને એને કારણે મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોના કાર્યોમાં અત્યાર સુધી આવી આવી રહેલા વિઘ્નો દૂર થઈ રહ્યા છે. લગ્ન જીવનમાં ખુશી અને સુખ-સમૃદ્ધિ આવી રહી છે. કામના સંબંધમાં પ્રવાસ પર જવાનું થઈ શકે છે. આર્થિક મુશ્કેલીમાં રાહત મળી રહી છે.
મકરઃ
મકર રાશિના લોકો માટે પણ બુધની ધન રાશિમાં વક્રી ચાલથી આ સમયગાળો સુખ-સૌભાગ્યમાં વધારો કરશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. અઢળત ધનલાભ થઈ રહ્યો છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. જો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ચાલી રહી હશે તો તેમાં પણ ઓછા વધતા અંશે રાહત મળી રહી છે.
ધનઃ
ડિસેમ્બરના મહિનામાં થઈ રહેલાં બુધના રાશિ પરિવર્તનની સકારાત્મક અસર ધન રાશિના જાતકો પર જોવા મળશે. ધન રાશિના જાતકો 2024નું વર્ષ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. આધ્યાત્મમાં રૂચિ વધી રહી છે અને તમે જે પણ કામ હાથમા લેશો એએ બધામાં સફળતા મળશે.