અલખનો ઓટલોઃ શ્રી હરિનારાયણ રવિ-ભાણ આશ્રમનો મંગલ પારંભ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલખનો ઓટલોઃ શ્રી હરિનારાયણ રવિ-ભાણ આશ્રમનો મંગલ પારંભ

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

શરદપૂર્ણિમાના પાવન અવસરે તારીખ 7-10-202પના દિવસે વર્ષની પથમ બરફવર્ષા અને માઈનસ 104 અંશના વરસાદી વાતાવરણની ઠંડી સાથે ઉત્તરાખંડના બદ્રીનાથ તીર્થધામ ખાતે મોટી વિરાણી-કચ્છના રવિભાણ આશ્રમ, શ્રી રામજીમંદિરના મહંતશ્રી, શ્રીમદ્‌‍ જગદ્ગુ દ્વારાચાર્યશ્રી રામકબીર રવિભાણ સંપદાયાચાર્ય પીઠાધિશ્વ2સ્વામીશ્રી શાંતિદેવાચાર્યજી મહારાજ દ્વારા નિર્મિત બદ્રીનાથ-બામણી ગાંવ, ઉર્વશીમંદિર પાસે `શ્રી હરિનારાયણ રવિ-ભાણ આશ્રમ’નો વિધિવત્‌‍ મંગલ પ્રારંભ દક્ષિણ ભારતના વિદ્વાન વેદવિદ્‌‍ આચાર્ય પંડિત બ્રાહ્મણોના ત્રિદિવસીય વેદોક્ત વાસ્તુશાંતિયાગ, રૂદ્રયાગ, વિષ્ણુયાગ જેવા માંગલિક વિધાનો સાથે થયો.

આ પસંગે સદગુરૂ ભાણસાહેબ સમાધિસ્થાન-ભાણતીર્થ કમીજલાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજીબાપુ, શ્રીબદ્રીનાથતીર્થ-ઉત્તરાખંડ સ્થિત આજુબાજુના તમામ ધર્મ-પંથ સંપદાયોના આશ્રમોના મહંતશ્રીઓ, સ્વામીશ્રી અમૃતાનંદજી બર્ફાની બાબા, બદ્રીકેદાર સમિતિ મંડલના સૌ ધર્માધિકારી મહાપુરૂષો, કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતના રવિ-ભાણ સ્થાનકોના સેવકવર્ગ, સામખિયાળી કચ્છના શાસ્ત્રીજી અને ૠષિકુમારો,

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકથી આવેલ રવિ-ભાણ સંપદાય સાથે જોડાયેલ અનુયાયીવર્ગની બહોળી હાજરી સાથે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર, સંશોધક-સાહિત્યકાર ડો. નિરંજન રાજ્યગુ સંપાદિત `રવિસાહેબ કૃત પ્રેમલક્ષણા ભક્તિ તથા ઉધ્ધવ સંદેશનાં પદો’ પુસ્તકનું વિમોચન થયું.

શ્રી લીલાધર જેઠાભાઈ જબુવાણી (પટેલ પેકિગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઉદયપુર-રાજસ્થાન)ના અનુદાનથી પકાશિત આ પુસ્તકમાં સૌ પથમવાર રવિ-ભાણ સંપદાયના સંતકવિ રવિસાહેબ કૃત પ્રેમલક્ષણા ભક્તિનાં 51 પદો, પ્રેમ પચીસી'નાં પચીસ પદો,ઉધ્ધવસંદેશ’નાં વીસ પદો ઉપરાંત એક્વીસ જેટલા મધ્યકાલીન ગુજરાતી સંત-ભક્ત-કવિઓ રચિત પ9 પદો મળી કુલ એક્સો પંચાવન પદ-ભજનો મૂળ હસ્તપતોમાંથી શોધીને, પાઠશુદ્ધિ સાથે સંકલિત કરવામાં આવ્યા છે.

ભાણ સાહેબના સમર્થ શિષ્ય અને સમગ્ર સંપદાય સાથે જેમનું નામ જોડાયું છે તેવા તેજસ્વી સંતકવિ રવિસાહેબનો જન્મ આમોદ તાલુકાના તણછા ગામે વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવધર્મના અનુયાયી મંછારામને ત્યાં વિ.સં.1783માં મહાસુદી 1પ ને ગુરૂવારે ઈ.સ.1727માં થયેલો.

ઈ.સ.1748, વિ.સં.1804ના મહા સુદ 11 બુધવારે એક્વીસ વર્ષની વયે રવિસાહેબે ભાણસાહેબ પાસે રામકબીર દીક્ષા લીધી. 77 વર્ષની વયે ઈ.સ.1804, વિ.સં.1860 કારતક સુદ 11ના રોજ વાંકાનેર મુકામે દેહત્યાગ કરેલો. સમાધિ-મોરારસાહેબની જગ્યા-ખંભાલિડામાં.

આ પહેલાં નિરંજન રાજ્યગુ દ્વારા `રવિ-ભાણ સંપદાયના એકાશી સંત-ભક્ત કવિઓ’ બૃહદ્‌‍ ગ્રંથ રવિભાણ સંપદાયના મૂળ ઈતિહાસ સાથે ચારસો એંસી જેટલા પૃષ્ઠોમાં 480 પૃષ્ઠોમાં રવિભાણ સંપદાયનો મૂળ ઈતિહાસ અને 81 જેટલાં સંત-ભક્ત કવિઓના પરિચય સાથે એમની 30પ પદ્ય રચનાઓનું સંકલન થયું છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના શ્રી ઝવે2ચન્દ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા પકાશિત થયેલ છે.

પયાગરાજ તીર્થરાજ મહાકુંભ પાવનપર્વ સમયે માઘ કૃષ્ણ દ્વાદશી રવિવા2 તા. 26/1/ 202પના રોજ સમસ્ત ભારતવર્ષના વિરક્ત વૈષ્ણવ સંતો, ચતુ: સંપદાય, જગદ્ગુ, તમામ દ્વારાચાર્યો, ત્રણે અની અખાડાના શ્રી મહંતો, તમામ વરિષ્ઠ ખાલસાના મહંતો, વિશિષ્ટ સંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેવાસા અગ્રપીઠ,

પરમ પૂજ્ય જગદ્ગુ દ્વારાચાર્ય શ્રી અગ્રપીઠાધીશ્વર તથા મલૂક પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 રાજેન્દ્રદેવાચાર્યજી મહારાજની ગૌરવમયી અધ્યક્ષતામાં પટૃાભિષેક સમારોહમાં ભેખ ભગવાન અને સર્વ સંમતિથી મોટી વિરાણી(કચ્છ) રવિભાણ આશ્રમ, રામજી મંદિરના મહંતશ્રી શાંતિદાસજીબાપુને `શ્રીમદ્‌‍ જગદ્ગુ દ્વારાચાર્ય શ્રી રામકબીર રવિભાણ સમ્પદાયાચાર્ય પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત સ્વામીશ્રી શાન્તિદેવાચાર્યજી મહારાજ’ના નામથી ઘોષિત કરવામાં આવ્યા હતા.

શ્રી દિગંબર અખાડા, હનુમાનગઢી, નિર્મોહી અખાડાના શ્રી ભાવાનંદ દ્વારાચાર્યશ્રી અભિરામદાસદેવાચાર્યજી, શ્રી વિષ્ણુદાસજી અધ્યક્ષ તથા પ.પૂ.મહંતશ્રી ભગવતગિરીજી મહારાજ, પ.પૂ.મહંતશ્રી શ્રીશ્રી 1008 મહામંડલેશ્વરશ્રી જાનકીદાસજી મહારાજ, પ.પૂ.મહંતશ્રી કલ્યાણદાસજી મહારાજ, પ.પૂ.મહંતશ્રી શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ, લઘુ મહંત શ્રી સુરેશદાસજી/ સરયુદાસજી મહારાજ મોટી વિરાણી-કચ્છની હાજરી હતી.

ત્રણ માળના સુવિધાયુક્ત આશ્રમના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ અર્પનારા મૂળ બિદડા-કચ્છના વતની અને હાલ મુંબઈ-ડોમ્બિવલીમાં વસતા જયંતીલાલ કાનજીભાઈ શિરવી તથા માનકુવા-કચ્છના વતની અને હાલ મુલુન્ડ-મુંબઈમાં વસતા મગનભાઈ માવજીભાઈ વેલાણી પરિવારે આ દિવ્ય પસંગના યજમાન તરીકે સેવાઓ આપી હતી.

બેન્ગલોર થી છગનભાઈ રવજીભાઈ માનાણી, મુંબઈથી ભાવેશ ભણશાળી, હરિદ્વારના પંડિત રાજેશ શાસ્ત્રી અને હરિદ્વારના સપ્તર્ષિ રોડ, ગીતા કુટિર ઘાટ પર આવેલા મોટી વિરાણી-કચ્છ રામજી મંદિર દ્વારા સંચાલિત `શ્રી રવિભાણ આશ્રમ હરિદ્વાર’ સાથે સંકળાયેલા સૌ સેવકજનોએ આ દિવ્ય પસંગે સપરિવાર ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી. અને પકૃતિનાં રમ્ય અને રૂદ્ર રૂપોના સાક્ષાત્કાર સાથે હરિદ્વાર, ૠષિકેશ, દેવપયાગ, રૂદ્રપયાગ, કર્ણપયાગ, નંદપયાગ, પીપલકોટી, જોશીમઠ, હનુમાન ચટ્ટી થઈને બદ્રીવિશાલાની યાત્રા કરી હતી.

આપણ વાંચો:  દુહાની દુનિયાઃ દુહામાં જીવનબોધ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button