ધર્મતેજનેશનલરાશિફળ

પાંચ દિવસ બાદ વિશેષ સાવધ રહેવું પડશે આ ત્રણ રાશિના લોકોએ, જાણો કેમ?

ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બર મહિનામાં બે વખત ગોચર કરવાનો છે એની વાત તો અગાઉ આપણે કરી જ હતી. હવે આ બુધ ગ્રહને લઈને જ મહત્વની માહિતી સામે આવી રહી છે. ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપાર અને વાણી સાથે સાંકળીને જોવામાં આવે છે અને જ્યારે પણ આ બુધ ગ્રહ પોતાની રાશિમાં ફેરફાર કરે છે કે પછી તેની ગતિમાં ફેરફાર કરે છે, ત્યારે તેની લોકોની કારકિર્દી, નાણાકીય સ્થિતિ વગેરેને પર વિશેષ અસર જોવા મળે છે.

ડિસેમ્બર મહિનામાં બુધની સ્થિતિમાં બે મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે અને આ ફેરફારોની અસર તમામે તમામ રાશિઓ પર જોવા મળશે. બુધ ગ્રહ 13મી ડિસેમ્બર, 2023ના બપોરે 12:01 વાગ્યે ધનરાશિમાં ઉલ્ટી ચાલ ચલી રહ્યો છે, જ્યારે 28મી ડિસેમ્બર સુધી બુધ સીધી ચાલ ચલશે અને ત્યાર બાદ તે ફરી એક રાશિ પરિવર્તન કરશે.

13મી ડિસેમ્બરના બુધની ઉલટી ચાલને કારણે અમુક રાશિના જાતકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે કારણ કે આને કારણે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર જોવા મળશે. આવો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે ત્રણ રાશિ કે જેમણે પાંચ દિવસ બાદ ખાસ સાવધ રહેવાની જરૂર છે.

મેષ:

મેષ રાશિના લોકોએ પાંચ દિવસ બાદ આગામી 15 દિવસ વિશેષ સાવધ રહેવાની જરૂર છે. બુધની ઉલટી ચાલ આ રાશિના લોકો માટે વાણી સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમે કોઈ સાથે કડવાશથી વાત કરશો અને એનો લોકો થોટો અર્થ કાઢી શકે છે. આને કારણે જ લોકો સાથે તમારી દલીલ થઈ શકે છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. કોઈ જૂનો રોગ થઈ શકે છે. મુસાફરી કરવી પડી શકે છે. આર્થિક નુકસાન પણ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

વૃષભઃ

આગળ વધીએ અને વાત કરીએ બીજી રાશિ વિશે. વૃષભ રાશિના જાતકોને બુધની આ ચાલને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. ખાસ કરીને પરિણીત લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાસરિયાં સાથે વિવાદ કે મતભેદ થઈ શકે છે. સમજી વિચારીને વાત કરો, નહીંતર કોઈને ગેરસમજ થઈ શકે છે. ખર્ચ તમને પરેશાન કરી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો.

કર્કઃ

કર્ક રાશિના લોકો માટે પણ બુધની ઉલટી ચાલ મુશ્કેલીનું કારણ બની શકે છે. બીમારીના કારણે પરેશાની થશે. શત્રુઓ પણ સક્રિય રહેશે. તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત ઘટી શકે છે, જેનાથી તમે જે કામ કરી રહ્યા છો તે બગડી શકે છે. ભાઈ કે બહેન સાથેના સંબંધો બગડી શકે છે. કાયદાકીય મુશ્કેલીઓથી દૂર રહો. પ્રવાસ દરમિયાન પણ ખાસ સાવધ રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button