ધર્મતેજનેશનલરાશિફળ

સર્જાઈ રહ્યા છે એક સાથે અનેક યોગ, આ ઉપાયો કરશો તો ફાયદામાં રહેશો…

અગાઉ ઘણી વખત અમે કહ્યું છે કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે, કારણ કે આ વર્ષે અનેક મોટા અને મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે વિવિધ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે અમે અહીં આવા જ યોગ વિશે વાત કરવામાં રહ્યા છે આવો જોઈએ કયા છે આ યોગ અને ક્યારે સર્જાઈ રહ્યા છે…

25મી જાન્યુઆરીનો દિવસ ખુબ જ ખાસ છે, કારણ કે આ દિવસે પોષ પૂર્ણિમા છે અને એની સાથે સાથે જ વિવિધ યોગ પણ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવો સંયોગ વર્ષો પછી ફરી એક વખત રચાઈ રહ્યો છે. આ વર્ષે 25મી જાન્યુઆરીના દિવસે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગની સાથે ગુરુ પુષ્ય યોગ એમ ત્રણેય યોગ રચાઈ રહ્યા છે.

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે સાથે જ આ દિવસે કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ક્યારેય આર્થિત તંગીનો સામનો નથી કરવો પડતો. ચાલો જોઈએ શું છે આ ઉપાયો…

દરેક મહિનામાં અમાસ બાદ પુનમ આવે છે અને એની સાથે જ નવા મહિનાની શરૂઆત થાય છે. એ જ રીતે પોષ મહિનાની પુનમનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ દિવસે ગંગા સ્નાનની સાથે સાથે જ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

25 જાન્યુઆરીએ સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, રવિ, પ્રીતિ યોગની સાથે પોષ પૂર્ણિમાના દિવસે ગુરુ પુષ્ય યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ ચાલશે. જ્યારે રવિ યોગ સવારે 07.13 થી 08.16 સુધી છે. દરમિયાન 26મી જાન્યુઆરીના રોજ સવારે 8:16 થી 7:12 સુધી ગુરુ પુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ છે.

25મી જાન્યુઆરીના ગુરુ પુષ્ય યોગ નિમિત્તે ચણાની દાળ ખરીદવાનું શુભ માનવામાં આવે છે, કારણ કે એનો સંબંધ ગુરુ સાથે છે. આવી ઉપાય કરવાને કારણે કુંડળીમાં ગુરુની સ્થિતિ વધુ મજબૂત બને છે, જેને કારણે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન રહે છે. ગુરુ પુષ્ય યોગ દરમિયાન સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે આ દિવસે પોતાની અનુકૂળતા મુજબ સોના અને ચાંદીના ઘરેણાંની કે પછી લગડીની ખરીદી કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

આ સિવાય આ દિવસે બની રહેલાં આટલા બધા શુભ યોગને કારણે આ દિવસે વાહન, મકાન કે કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત 25મી જાન્યુઆરીએ લોકો પૂજા સંબંધિત સામગ્રી જેમ કે સિંદૂર, અક્ષત, ધાર્મિક પુસ્તકો, દેવી-દેવતાઓના ફોટોફ્રેમ વગેરે પણ ખરીદી શકો છો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button