Jupitar-Ketu બનાવશે Navpancham Yog, આ રાશિના જાતકોને મળશે લાભ…
દેવતાઓના ગુરુ એવા ગુરુ એક ચોક્કસ નિર્ધારિત સમયે રાશિ પરિવર્તન કરે છે અને તમારી જાણ માટે બે દિવસ પહેલાં એટલે કે પહેલી મેના દિવસે જ ગુરુ શુક્રની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃષભ રાશિમાં થયેલા ગુરુના ગોચરથી અમુક રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે તો કેટલીક રાશિઓને સંભાળીને રહેવાની જરૂર છે.
બીજી બાજું માયાવી ગ્રહ કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે. આવામાં બંને ગ્રહો વચ્ચે નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સિંહ રાશિમાં નવપંચમ યોગ બની રહ્યો છે જેને કારણે કેટલીક રાશિઓને અઢળક લાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી આવેલી સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે અને એની સાથે સાથે ધનલાભ પણ થઈ રહ્યો છે.
આવો જોઈએ આ નવપંચમ યોગ કઈ કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે…
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે નવપંચમ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને એને કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. પાર્ટનરશિપમાં કરેલાં બિઝનેસમાં લાભ થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોને પણ આ નવપંચમ યોગથી લાભ થઈ રહ્યો છે. કામ માટે વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. કરિયરમાં પ્રગતિ થવાની સાથે સાથે જ નવી નોકરીની શોધ પણ પૂરી થઈ શકે છે. બિઝનેસમાં નફો થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં કોઈ જગ્યાએ પૈસા અટકી પડ્યા હશે તો તે પાછા મળી શકે છે. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળી રહી છે. વાહન, પ્રોપર્ટી કે દુકાન ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.
મકરઃ
આ રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. કાયકાદીય મામલામાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોની કામના સ્થળે પ્રસંશા થશે અને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સાથે સાથે જ અપાર સફળતાની સાથે સાથે ધનલાભ પણ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ઉચ્ચ અધિકારી સાથે સંબંધો સુધરશે.