72 કલાક બાદ રચાશે Gajlaxmi Rajyog, ચાર રાશિના જાતકોનો શરુ થશે Golden Period..

વૈદિક જ્યોતિષ અનુસાર ત્રણ દિવસ બાદ એક ખુબ જ શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે. અગાઉ પણ અનેક વખત જણાવ્યું છે એમ મે મહિનો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે.
19મી મેના ગ્રહોના સેનાપતિ શુક્ર ગોચર કરીને સ્વરાશિ વૃષભમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે પહેલી મેના ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે અને હવે 19મી મેના રોજ વૃષભમાં શુક્ર અને ગુરુની યુતિ થઈ રહી છે, જેને કારણે ગજલક્ષ્મી રાજયોગ (Gajlaxmi Rajyog)નું નિર્માણ થઈ રહ્યું છે.
ગજલક્ષ્મી રાજયોગને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને નોકરી ધંધામાં લાભ થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થશે. આવો જોઈએ શુક્ર અને ગુરુની યુતિથી બની રહેલો આ ગજલક્ષ્મી રાજયોગ કઈ કઈ ચાર રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી રહી છે.
મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ લાભદાયી સાબિત થવાનો છે. તમે તમારી વાણીના જોર પણ ધાર્યા કામ કરાવી શકશો. લોકો તમારા વ્યક્તિત્વ આકર્ષાઈ શકે છે. ધનલાભ થઈ રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકોને પણ નફો થઈ રહ્યો છે. આજે કોઈ જગ્યાએ અટવાઈ ગયેલાં પૈસા પાછા મળી શકે છે. નોકરી કરનારાઓ માટે સમયગાળો ખૂબ જ સારો રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલો આ યોગ સૌથી વધુ લાભ કરાવશે. મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. આજે તમારું કોઈ અટકી પડેસલું કામ પણ પૂરું થઈ રહ્યું છે. કુંવારા લોકો માટે કોઈ સારા સારા માંગા આવી શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. ધનલાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે.
મકરઃ

આ રાશિના જાતકો માટે પણ આ રાજયોગ એકદમ અનુકૂળ સમય લાવી રહ્યો છે. તમને તમારા તમામ કામમાં સફળતા મળી રહી છે. અગણિત લાભ થવાથી તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ મહત્ત્વની વ્યક્તિ આજે તમારું માર્ગદર્શન કરશે જેને કારણે તમને સૌથી વધારે ફાયદો થશે. લવ લાઈફ પણ સારી રહેશે. સંતાનસુખની પ્રાપ્તિ થઈ રહી છે. આર્થિક લાભ થઈ રહ્યો છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ ખૂબ જ લાભ કરાવી રહ્યો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે. ધનની પ્રાપ્તિ થઈ રહી છે. આજે તમે સાચી અને સારી રીતે કેટલીય જગ્યા પર પૈસા રોકશો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.