ફન વર્લ્ડ

`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
નર્તકો STAFF
ખલાસીઓ CLASS
વિદ્યાર્થીઓ CREW
ખેલાડીઓ TROUPE
કર્મચારીઓ TEAM
ઓળખાણ પડી?
દેશના વિવિધ સ્થળે આવેલી શક્તિપીઠનું અનેં મહાત્મ્ય છે. શ્રી બ્રિજેશ્વરી માતા મંદિર શક્તિપીઠ દેશના કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી?
અ) રાજસ્થાન બ) હિમાચલ પ્રદેશ ક) મધ્ય પ્રદેશ ડ) કર્ણાટક
ગુજરાત મોરી મોરી રે
ગણેશજીના મંદિર દેશમાં અનેક ઠેકાણે છે. ગણપતપુરા ગણેશ મંદિર તરીકે જાણીતું બાપ્પાનું ધર્મ સ્થાનક કઈ જગ્યાએ સ્થિત છે એ કહી શકશો?
અ) નડિયાદ બ) વરતેજ
ક) રાજકોટ ડ) ધોળકા
માતૃભાષાની મહેક
બાપનું તોલડુંનો અર્થ થાય છે કશું જ નહીં, ખાલીખમ. મૃતદેહ સ્મશાનમાં લઈ જાય ત્યારે સંબંધી હાથમાં તોલડી (સ્મશાનમાં લઈ જવામાં આવતી આગની હાંલ્લી) લઈને આગળ ચાલે છે. એ તોલડી કોઈના મરણની મોકાણના સમાચાર કહે છે. આવડતના ભાવે સોંપાયેલા કામમાં નિષ્ફ્ળતા મળે એના ઉપરથી જે કાંઈ સારું કામ ન કરી શકે તેવા માણસને માટે આ પ્રમાણે બોલાય છે.
ઈર્શાદ
મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલાં હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું.
-હરીન્દ્ર દવે
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`આટલી વસ્તુઓમાંથી તમારા ખપની કઈ છે?’માં ખપ શબ્દનો અર્થ શું થાય એ કહી શકશો?
અ) નકામી બ) ખાવાની ક) ટકાઉ ડ) ઉપયોગી
માઈન્ડ ગેમ
ચૂનાના ખડકોમાં કંડારવામાં આવેલી અને વિશિષ્ટ શિલ્પાંકન ધરાવતી ખૂબસૂરત બૌદ્ધ ગુફાઓ કયા ગામમાં સ્થિત છે એ ખબર છે ખરી?
અ) લખપત બ) ડાભી
ક) પીપરાળા ડ) ખંભાલીડા
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ઉમંગ DELIGHT
ઉદાસ GLOOMY
ઉત્તર ANSWER
ઉઘાડ SUNSHINE
ઉંબરો THRESHOLD
ગુજરાત મોરી મોરી રે
વેરાવળ
ઓળખાણ પડી?
ભડકેશ્વર મહાદેવ
માઈન્ડ ગેમ
હસ્તિનાપુર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ગાંડાઘેલા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(1) મુલરાજ કપૂર (2) ડો. પ્રકાશ કટકિયા (3) સુભાષ મોમાયા (4) શ્રીમતી ભારતી પ્રકાશ કટકિયા (5) ભારતી બુચ (6) કિશોરકુમાર જીવણદાસ વેદ (7) ધીરેન ઉદેશી (8) ગીતા ઉદેશી (9) પ્રતિમા પમાણી (10) નીતા દેસાઈ (11) ખુશરૂ કાપડિયા (12) લજિતા ખોના (13) મહેન્દ્ર લોઢાવિયા (14) મહેશ દોશી (15) પુષ્પા પટેલ (16) નિખિલ બંગાળી (17) અમીશી બંગાળી (18) શ્રદ્ધા આશર (19) જ્યોતિ ખાંડવાલા (20) હર્ષા મહેતા (21) પ્રવીણ વોરા (22) મીનળ કાપડિયા (23) કિશોર બી. સંઘરાજકા (24) ભાવના કર્વે (25) તાહેર ઔરંગાબાદવાલા (26) શીરીન ઔરંગાબાદવાલા (27) અબ્દુલ્લા એફ. મુનીમ (28) મનીષા શેઠ (29) ફાલ્ગુની શેઠ (30) નુતન વિપીન શાહ (31) હેમા હરીશ ભટ્ટ (32) અલકા વાણી (33) અંજુ ટોલિયા (34) દેવેન્દ્ર સંપટ (35) પુષ્પા ખોના (36) નિતિન જયંતિલાલ બજરિયા (37) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (38) જ્યોત્સના ગાંધી (39) રમેશ દલાલ (40) ઈનાક્ષી દલાલ (41) હેમા દલાલ (42) નયના ગિરીશ મિસ્ત્રી (43) વર્ષા સૂર્યકાંત શ્રોફ (44) વિણા સંપટ