ધર્મતેજ

આચમનઃ શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર!

અનવર વલિયાણી

ધર્મતેજ પૂર્તિને નિયમિત વાચતા અને પોતાનો પ્રતિભાવ દર્શાવી લેખકોને પ્રોત્સાહિત કરતા વહાલા જિજ્ઞાસુ-શ્રદ્ધાળુ વાચક મિત્રો!

  • શું તમે એ કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શિવલિંગ એ સામાન્ય પથ્થરથી જુદો કઈ રીતે પડે છે?
  • શું માત્ર પ્રાણપ્રતિષ્ઠા કરવાથી જ એ પથ્થર પથ્થર ન રહેતા એક દેહધારી બની જાય છે?
  • શું તે શિવલિંગમાં એવું કોઈ તત્ત્વ હોય છે કે જે આપણી પૂજા-પ્રાર્થના-અર્ચનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી આપણને તેની પ્રતિક્રિયારૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે?
  • આ અને આવા પ્રશ્ર્નો મનેકમને સહેજે થાય તે સ્વાભાવિક છે અને એથી જ આ લખનાર લેખકે તે વિશેના અભ્યાસુઓ પાસેથી તેમ જ પ્રમાણભૂત લેખો, લખાણો પરથી જે જાણકારી હાંસલ કરી છે તે વાચક મિત્રોને બોધ આપનારી બની રહેવા પામશે.
  • ભૌતિક કારણોમાં એવું જાણવા મળે છે કે શિવજીએ વિષપાન કર્યું હોવાથી તેમના શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવામાં આવે છે.
  • ઉપરાંત વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ જે તે ક્ષેત્રમાં નકારાત્મક ઊર્જાને હણીને સકારાત્મક ઊર્જા ફેલાય છે તેવું આપવામાં આવે છે.

જ્યારે આધ્યાત્મિક રીતે એવું જણાવવામાં આવે છે કે માથા પર આજ્ઞાચક્ર હોય છે, જેમાં શરીરમાં રહેલી નાડીઓ જેવી કે ઈડા અને પિંગળા મળતી હોવાથી તેમાંથી ઊર્જાનું વહન થાય છે, જે વ્યક્તિની સમજવાની અને વિચારવાની ક્ષમતાને સંચાલિત કરે છે જેને શિવસ્થાન કહેવામાં આવે છે. તેથી મન શાંત રહે તે માટે શિવને અભિષેક કરવામાં આવે છે.

આ વાતને વિજ્ઞાનની મદદથી જાણવાની કોશિશ કરવામાં આવી. તો જાણકારો દ્વારા ભારતભરમાં રેડિયો એક્ટિવ સ્થળોનો મેપ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આશ્ચર્ય વચ્ચે જ્યાં જ્યાં શિવાલયો હતાં ત્યાં ત્યાં રેડિયો એક્ટિવ હોવાનું જાણવા મળ્યું. આથી એમ કહેવાય કોઈ અતિશયોક્તિ નથી કે શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર છે, ન્યૂક્લિયર રિએકટર્સ તેથી જ તો તેના પર જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે.

મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે…

  • બીલીપત્ર, * આંકડો, * ધતૂરો, * ભાંગ * જાસુદ
  • તમામ ન્યૂક્લિયર એનર્જી શોષનારાં તત્ત્વો છે.
    વહાલા શ્રદ્ધાળુ-જિજ્ઞાસુ વાચક મિત્રો!

આ વસ્તુ જ બતાવે છે કે હિંદુ ધર્મ કેટલો આગળ છે. તેમાં કેટલી હદે વિજ્ઞાન સમાવિષ્ટ છે. શિવલિંગને શા માટે અપૂજ ન રખાય તે આના પરથી જાણવા મળે છે. સાથોસાથ શિવને ચઢાવેલું કેમ સામાન્ય માનવીએ ન ખાવું જોઈએ તે વાત પણ સમજી શકાય છે. કારણ કે તે રેડિયો એક્ટિવ તત્ત્વો ધરાવતું હોય છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિવને ચઢાવેલું એ શિવ નિર્માલ્ય થઈ જાય છે. તે પછી સામાન્ય માનવીથી લઈ શકાય નહીં.

આ પણ વાંચો…આચમનઃ એક માત્ર ઈશ્વર જ માન-અપમાનથી પર: નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ!

  • શિવલિંગને ચઢાવેલું પાણી પણ રિએક્ટિવ થઈ જાય છે, તેથી જ જળ નીકળતી નાળને લાંઘવામાં આવતી નથી.
  • ભાભા એટમિક રિએકટરની ડિઝાઈન પણ શિવલિંગ જેવી જ છે.
  • શિવલિંગ પર ચઢાવેલું જળ નદીના વહેતા પાણીમાં વહીને ઔષધિનું રૂપ લે છે.
  • શિવ પર ચઢતી વસ્તુઓએ એવા એવા વિચિત્ર અને કદાચ હજી વિજ્ઞાન શોધી પણ શકયું નથી, તેવા રોગોનો મૂળમાંથી ઈલાજ કરે છે, તેથી જ તે અલભ્ય હોવાથી તે શિવ પર ચડાવીને તેનું આ રીતે પેઢી દર પેઢી સંવર્ધન કરવામાં આવે છે.
  • આપણી પરંપરાઓની પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે, જેને ધર્મ સાથે જોડી આવનારી માનવ પેઢીઓ અનંત વર્ષો સુધી સુખી રહે તે ભાવના ઉજાગર થયા વગર રહેતી નથી.
    અર્થાત્: હે શિવ, તમારાં તત્ત્વોનો પાર અમે પામી શકતા નથી. ભવોભવ અમે શિવદર્શન કરતાં રહીએ.
    પ્રેરણાસ્ત્રોત:
    જ્યાં સુધી શિવ દર્શન અને શિવ પૂજન થતું રહેશે ત્યાં સુધી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો રહેશે. આ નિર્વિવાદ સત્ય છે. હર હર મહાદેવ.

    આ પણ વાંચો…આચમન- તો રામરાજ્યની કલ્પના જરૂર સાકાર થાત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button