શિક્ષક કેવો હોવો જોઈએ?તેનામાં પંચશીલ હોવાં જોઈએ…

માનસ મંથન – મોરારિબાપુ
ઉપસ્થિત શિક્ષક ભાઈઓ-બહેનોને વંદન. સૌને હૃદયથી આવકાં છું. શિક્ષક કેવો હોવો જોઈએ? તેનામાં પંચશીલ હોવાં જોઈએ. આપણા સમર્થ વિચારક શિબિર કરતા તેમાં પંચશીલ શબ્દ વપરાતો. પંચશીલ આપણે ત્યાં બૌદ્ધકાલીન શબ્દ છે.
गुरगृह गए पढन रघुराई ।
अलप काल विद्या सब आई ।
એક ઝેન કથાનું દ્રષ્ટાંત યાદ આવે છે. જાપાનમાં ઝેન પંથ અને તેમાં એવો નિયમ કે શિક્ષક થવા માટે ઘણાં વર્ષો સુધી એક મોટા શિક્ષક પાસે, ઝેન ગુ પાસે રહેવું પડે, પછી જ વ્યક્તિ શિક્ષક બની શકતો.
જાપાનના એક યુવાનને પણ એવી ઈચ્છા કે તે શિક્ષક બને, અને એક સફળ શિક્ષક બને. તે જાણતો હતો કે શિક્ષક બનવા માટે કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઉત્સાહી યુવક જાય છે એક ઝેન ગુ પાસે.
વાતાવરણમાં આજે વધુ ભીનાશ હતી. સવારથી ખૂબ વરસાદ પડી રહ્યો છે. એ સમયે વાહનવ્યવહારના વિશેષ સાધનો ન હતાં, ક્યાંય પણ જવું હોય તો મોટે ભાગે ચાલીને જ જવું પડતું. યુવકના હાથમાં છત્રી છે. વસ્ત્રો ભીના ન થાય, પલળી ન જાય તેની કાળજી રાખતો રાખતો પહોંચે છે ગુ પાસે.
જે ઓરડામાં ગુ બેઠા છે તેની બહાર થોડે દૂર ચપ્પલ કાઢે છે, છત્રી મૂકે છે અને વરસાદથી ભીના થયેલા પગ સાફ કરી ગુના ઓરડામાં પ્રવેશ કરે છે. યુવક આજે બહુ ઉત્સાહમાં છે. જાતભાતના મનોભાવો તેના મનમાં ઊઠે છે. મને ગુ સ્વીકારશે? દીક્ષા આપશે? હું નિયમો નિભાવી શકીશ? આવા અનેક વિચારો સાથે ગુ પાસે જાય છે.
ઝેન ગુ પાસે પહોંચીને પ્રણામ કરે છે. શાંત મુદ્રામાં બેઠેલા ગુએ સ્મિત સાથે યુવકને આંખોથી આવકાર આપ્યો છે. નજીક જાય છે એટલે ગુએ તેને એટલું જ પૂછ્યું કે યુવક, તું અંદર આવ્યો ત્યારે તારી છત્રી તેં કઈ તરફ મૂકી છે?
જમણી કે ડાબી તરફ?’ યુવાન મૂંઝાયો છે, કારણ કે છત્રી તેને કઈ તરફ મૂકી હતી તે ભૂલી ગયો હતો ! ગુરુએ એટલું જ કહ્યું કેસાધક, તને તૈયાર થવામાં હજી બીજાં દસ વર્ષ લાગશે…’
મારાં શ્રોતા ભાઈ-બહેનો, હું પણ એક શિક્ષક રહ્યો છું. આપને મળવાનો આનંદ છે. શિક્ષકમાં પંચશીલ હોવાં જોઈએ. શિક્ષકમાં ચોકસાઈ હોવી જોઈએ. શિક્ષકની ચોકસાઈ એ તેનું પહેલું શીલ છે. એક શીલ છે લાયકાત. ડિગ્રી મળે એટલે લાયકાત મળી ગઈ એમ ન માનવું. પાંડુરંગ દાદા કહેતા કે, ડિગ્રી મહત્ત્વની નથી, વૃત્તિ મહત્ત્વની છે.
એક મહાત્મા બેઠા હતા તેમની પાસે એક માણસ ગયો. તેણે કહ્યું, આપ જે કોઈ આપની પાસે કંઈ પણ માગે છે તો બધું જ આપો છો. તે માણસે કહ્યું મને સ્વર્ગમાંથી સફરજન લાવી આપો. બન્યું એવું કે તે મહાત્મા પાસે કુદરતી જ એક સફરજન પડ્યું હતું. તે આપ્યું. પેલો માણસ કહે આ તો અડધું બગડેલું છે. ત્યારે મહાત્માએ કહ્યું, ઈશ્વર માગણી મુજબ નથી આપતો., લાયકાત મુજબ આપે છે. શિક્ષક નિવૃત્ત થતો જ નથી. તે પોતાના અનુભવોને વહેંચતો રહે છે. આપણી લાયકાતની ત્યારે કસોટી થાય છે.
ત્રીજું શીલ છે, શિક્ષક ક્ષમાશીલ હોવો જોઈએ. અત્યારે બાળકને ઊઠ-બેસ કરાવવાનો સમય નથી, તેનાં પગમાં ઘૂંઘં પહેરાવી નૃત્ય કરાવવાનો છે. તેના પગમાં બેડી નહીં, ઘૂંઘં બાંધવા જોઈએ. જે દિવસે શિક્ષણમાં બાળકનાં પગમાં બેડીને બદલે ઘૂંઘં બંધાશે તે દિવસે સરસ્વતી તે સમારંભમાં જાતે વીણા વગાડતાં હશે! રામાયણમાં આખી શિક્ષણ નીતિ છે.
આખી શિક્ષણ નીતિ એક પંક્તિમાં છે- ચાતક કોકિલ કીર ચકોરા… ચાતક પક્ષી પ્યાં હોય છે. બાળક ચાતક જેવું બને, તેને જાણવાની પ્યાસ થાય. આપણા વર્ગનો વિદ્યાર્થી ટહુકો કરતો હોવો જોઈએ. કીર એટલે પોપટ. તે ઈશ્વરના નામનું સ્મરણ કરે. તે કોઈ પણ ધર્મનો હોય, તે પ્રભુનું સ્મરણ કરતો હોવો જોઈએ. ચકોર પક્ષીને ચન્દ્ર સાથે પ્રીત છે. તેનું લક્ષ્ય ચંદ્ર છે.
આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. બાળક પ્યાસું હોય, ટહુકા કરતું હોય. તે પ્રભુ સ્મરણ કરતું હોય, તેનું લક્ષ્ય ઊંચું હોય, પણ પાંચમું પક્ષી છે-મોર. નાચત કલ મોરા… આપણા વર્ગનું બાળક નૃત્ય કરતું હોવું જોઈએ. એક શિક્ષક તરીકે આમાંથી કંઈ પણ ન કરાવી શકયા હોઈએ તો પણ તેણે બાળકને દંડ નથી આપવાનો. શિક્ષક ક્ષમાશીલ હોવો જોઈએ.
ચોથું શીલ છે વિદ્યાર્થીની જિજ્ઞાસાને પ્રગટ કરવી. તેની બુઝાયેલી મીણબત્તીને આપણી ચેતના દ્વારા પ્રજ્વલિત કરવી. સાચો વિદ્યાર્થી વિચારતો હોવો જોઈએ. તેને જિજ્ઞાસા થવી જોઈએ. શિક્ષક પ્રમાદી નહીં હોય તો બાળક પણ પ્રમાદી નહીં થાય, આળસી નહીં થાય બહુ મોટી મોટી વાતો કરવાને બદલે આપણે બાળકના આશ્ચર્યનું, આદર્શનું અને આનંદનું ધ્યાન રાખીએ.
સોક્રેટીસ માને છે કે બાળકનો આનંદ અકબંધ રહેવો જોઈએ. એનો આનંદ શેમાં છે? રુચી શેમાં છે? તે આનંદ ટકવો જોઈએ. બાળકનો આનંદ જતો રહેશે તો તે દબાઈ જશે. તેનો બૌદ્ધિક વિકાસ જરૂરી છે; પણ તેનો વિકાસ થાય જ છે, તેની બુદ્ધિ ઉઘડતી જાય છે. મારી ને તમારી જવાબદારી છે કે તેનો બૌદ્ધિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સાથો સાથ તેનું હૃદય વિશાળ બને તેનું પણ ધ્યાન રાખવાનું છે.
બુદ્ધિ વિશાળ થશે અને હૃદય વિશાલ નહીં બને તો શું થશે ? સંશોધન જરૂરી છે પરંતુ મારે એટલું કહેવું છે કે બાળકનું આશ્ચર્ય ન છીનવાવું જોઈએ. એનું બાળપણ, ભોળપણ, શૈશવ કાયમ રહેવું જોઈએ. અને તે પ્રમાદી ન બને તેનું ધ્યાન રાખીએ તો આપણને શિક્ષક તરીકેના જીવનનો ઓડકાર આવશે.
પાંચમું શીલ છે-શિક્ષકે માત્ર વર્ગમાં જ ભણાવવાનું નથી, તેણે સમાજમાં જઈને પણ ભણાવવાનું છે. શિક્ષક બધાને મળતો હોવો જોઈએ. શિક્ષકે તેનું કાર્ય ગલી-ગલી, ઘેર-ઘેર, આંગણે-આંગણે લઇ જવાનું છે. બહુ જ પવિત્ર કામ આપણને ઈશ્વરે આપ્યું છે. શિક્ષકે કોઈ સાધના કરવાની જરૂર નથી. તેને સોપાયેલું કામ તે નિષ્ઠાથી કરે તે જ તેની સાધના છે.
શિક્ષકે વર્ગને સ્વર્ગ બનાવ્યો હશે તો સ્વર્ગ ઉપર શિક્ષકનો અબાધિત અધિકાર છે. જો વિદ્યાર્થી પોતાનાં પિતાને-માતાને મદદ ન કરી શકે, પોતાનાં શિક્ષક પ્રત્યે તેને અહોભાવ ન જાગે, તો ક્યાંક આપણે ચુક્યા છીએ તેમ સમજવું.
મને ને તમને આનંદ હોવો જોઈએ કે હું માણસ છું. માનવ દાનવને હરાવી દે તો એ તેનો વિજય ગણાય, માનવ દેવ બની જાય તો ચમત્કાર થાય, પણ માનવ માનવ જ બની જાય તો ઈશ્વર પણ તેને બાથમાં લઇ લે! એમ શિક્ષક માત્ર શિક્ષક રહે તો આનંદ થાય. (સંકલન: જયદેવ માંકડ)
આ પણ વાંચો…માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ