
આપણે ત્યાં લોકો જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને કોઈ પણ સારું કે નવું કામ શરૂ કરવાનું હોય છે ત્યારે ગ્રહો અને મુહૂર્ત ચોક્કસ જોવડાવે છે. દરેક ગ્રહો અમુક ચોક્કસ સમયે પર ગોચર કરીને અલગ અલગ પ્રકારના યોગ બનાવે છે અને આ યોગની સારી નરસી અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે. આજે આપણે અહીં છ દિવસ બાદ રચાઈ રહેલાં આવા જ એક યોગ વિશે વાત કરવા જઈ રહ્યા છે.
વૈદિક જ્યોતિષમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવેમ્બર મહિનાના અંતમાં એવા દુર્લભ યોગો રચાવવા જઈ રહ્યા છે કે જેમના વિશે જાણશો તો તમે ખુદ ઉછળી પડશો. 700 વર્ષ બાદ આ દુર્લભ 5 રાજયોગ બનવા જઈ રહ્યા છે. આને કારણે 4 રાશિના જાતકોને અચાનક જ ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આ યોગો, ક્યારે રચાઈ રહ્યા છે અને કઈ ચાર રાશિ માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ સાબિત થશે.
તમારી જાણ માટે કે આશરે 700 વર્ષ બાદ 5 રાજયોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે. 29મી નવેમ્બરના રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય અને ગુરુ બૃહસ્પતિ આમને-સામને આવી રહ્યા છે જેને કારણે ચાલી રહેલાં યુદ્ધોમાં થોડી શાંતિ આવશે અને બંને પક્ષો થોડા નમશે.
29 નવેમ્બરથી 5 રાજયોગની રચના થઈ રહી છે આ પાંચ રાજયોગોમાં શશ, કેન્દ્ર ત્રિકોણ, માલવ્ય, નવપાંચમ, રૂચક રાજયોગની રચના થઈ રહી છે. આને કારણે 4 રાશિના લોકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે નવી રાશિઓ…
મેષ:

મેષ રાશિના લોકો માટે સર્જાઈ રહેલાં આ પાંચ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર આ રાશિના ગોચર કુંડળીના સાતમા ભાવમાં સ્થિત છે જ્યારે ગુરૂ ચડતા ભાવમાં સ્થિત છે. આને કારણે કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન તમે વિદેશ જઈ શકો છો. તમારા પદ મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ મીઠાશ જળવાઈ રહી છે. આ ઉપરાંત, તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ પણ મળશે.
કન્યાઃ

આગળ વધીએ અને વાત કરીએ બીજી રાશિ વિશે. કન્યા રાશિના લોકો માટે પાંચ રાજયોગની રચનાને કારણે ડિસેમ્બર મહિનો અનુકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન નોકરી ગુમાવેલા લોકોને પાછી નોકરી મળી શકે છે. જ્યારે કન્યા રાશિનો સ્વામી બુધ પોતાના ઘર એટલે કે કાર્ય સ્થાન તરફ જોઈ રહ્યો છે. નોકરિયાત વર્ગના લોકોને વૃદ્ધિ અને પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે.
ધનઃ

5 રાજયોગની રચના આ રાશિના લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ રાશિના લોકોની ગોચર કુંડળીમાં બે મહાપુરુષોનો રાજયોગ છે. આ સિવાય ત્યાં સુપ્પારી નામનો યોગ રચાય રહ્યો છે. જેને કારણે આ સમય દરમિયાન ધન રાશિના લોકોને વિદેશથી લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને વિદેશમાં નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળી શકે છે. શનિ અને શુક્રનો નવપંચમ યોગ બની રહ્યો છે. તેની સાથે જ ગુરુ અને શુક્રનો સમસપ્તક યોગ બની રહ્યો છે. એટલે આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે.
મકર:

મકર રાશિના લોકો માટે પાંચ રાજયોગની રચના આર્થિક અને કારકિર્દીની દૃષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. આનો અર્થ એવો થાય છે કે જો તમે નોકરી કરતા હોવ તો તમને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારી મળી શકે છે. ઉપરાંત, જો તમે મોડેલિંગ, ફિલ્મ લાઇન, અભિનય અને સંગીત, હોટેલ, પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમને પ્રમોશન મળી શકે છે. સરકારી નોકરીની શોધમાં રહેલાં વિદ્યાર્થીઓની ઈચ્છા પણ આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે.